Loading...

સુરતના લંપટ ડૉ દોશીની પત્ની ડૉ મિત્સુ પણ રેપ કેસમાં સંડોવાયેલી હોય આજે પોલીસ સમક્ષ હાજર થશે

ડો. પ્રફુલ્લ દોશીને સાથે રાખી પોલીસે મુંબઈ-નવસારીની જગ્યાઓ પર તપાસ કરી

Divya Bhaskar Sep 12, 2018, 02:35 AM
ડો. દોશીની પત્ની ડો.મિત્સુ

સુરત: કતારગામની પરિણીતા પર બળાત્કાર ગુજારવાનો ગુનો જેની સામે નોંધાયો છે તે ડો. પ્રફુલ્લ દોશી પોલીસની ધરપકડ ખાળવા ચાર દિવસ સુધી નાસતો ફરતો રહ્યો હતો. આ સમયગાળામાં તે મુંબઈ અને નવસારીમાં રહ્યો હોવાની તેણે કબૂલાત કરતા પોલીસની એક ટીમે ડો. દોશીને સાથે રાખી મુંબઈ અને નવસારીમાં તપાસ કરી હતી.

ડો. દોશી જ્યાં જ્યાં રોકાયો ત્યાં વ્યવસ્થા કરી દેનારાનાં શહેર પોલીસે નિવેદન લીધાં

નાનપુરામાં આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ્લ દોશી સામે કતારગામની એક પરિણીતાએ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં તા. 4-9-18ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાને સંતાનસુખ પ્રાપ્ત ન થતું હોવાથી તે ડો. દોશીની સારવાર કરાવી રહી હતી. તે સમયે તબીબે દુષ્કર્મ આચર્યું હતું.


ચાર દિવસના અંતે ડો. પ્રફુલ્લ દોશી સામેથી પોલીસ સમક્ષ હાજર થયો હતો. જેનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તે જ્યાં જ્યાં રોકાયો હતો તેની તપાસ પોલીસે કરી હતી. મુંબઈ અને નવસારીમાં તે રોકાયો ત્યાં પોલીસે પહોંચી જઈ ડો. દોશીને રહેવા માટે વ્યવસ્થા કરી આપનારી વ્યક્તિનાં પોલીસે નિવેદનો લીધાં હતાં.


પત્ની ડો. મિત્સુ દોશી પણ તા.4થી ગાયબ હતી


ડો. પ્રફુલ્લ દોશીની પત્ની ડો. મિત્સુ દોશી પણ તા. 4-9-18થી ગાયબ હતી. એટલે કે ગુનો નોંધાયા બાદ ડો. દોશી દંપતી ભૂગર્ભમાં જતું રહ્યું હતું. તેવા સંજોગોમાં ડો. મિત્સુ દોશીનું નિવેદન લેવું પણ પોલીસ માટે જરૂરી જણાતા પોલીસે તેને નિવેદન આપવા માટે બોલાવી હતી. એક દિવસ પોતે બિમાર હોવાનું કહી આવી ન હતી.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dr Doshi wife, Dr Mitsu, will be present in the police today
(News in Gujarati from Divya Bhaskar)