યુવતી દુષ્કર્મ પ્રકરણમાં પોલીસની તપાસ ઠેરની ઠેર

News - પોલીસે હજુ સુધી માત્ર સાક્ષીઓના નિવેદન લીધા

Divyabhaskar.com Apr 18, 2019, 06:56 AM IST
નવસારીમાં અમદાવાદની યુવતી ઉપર સુરતના ત્રણ નબીરાઓ દ્વારા ધંધામાં પાર્ટનરશીપની લાલચ આપીને નવસારીના ફાર્મ હાઉસમાં લાવીને બળાત્કાર કર્યાની ઘટનામાં પોલીસે પીડિતા, સાક્ષીઓનું નિવેદન લીધા બાદ 8 દિવસ થવા છતાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં ઉદાશીન હોય તેવું લાગી રહ્યુંછે.

નવસારીમાં ગત 13મી માર્ચે અમદાવાદની યુવતીને સુરતના ત્રણ નબીરાઓ દ્વારા એક ફાર્મ હાઉસમાં લાવીને કોલ્ડડ્રીંક્સમાં કેફી દ્રવ્ય પીવડાવીને બળાત્કાર કરવાની ઘટનામાં પોલીસે આ ઘટનામાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે જેઓ આ ઘટનામાં સાક્ષીઓ હતા. તેમના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી હતી. તે પહેલા પોલીસે પીડિતાનું નિવેદન અને સુરત ખાતે રોકાયેલી હતી તે ઘરનું કસબા ખાતે આવેલા ફાર્મ હાઉસમાં જઇને પંચનામું કર્યું હતું. આ ઘટનામાં પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી રહી છે. ગત 4 એપ્રિલે નિવેદન અને સ્થળનું પંચનામું કર્યુ હતુ.

Next Story

આપઘાત / સુરતના લુમ્સ વેપારીએ દેવું વધી જતાં નવસારીમાં બંગલામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari News - youth crime case police investigation into crime 065613
(News in Gujarati from Divya Bhaskar)