વાંસિયા તળાવ દંડકવન આશ્રમમાં બે દિવસીય 2100 કુંડી વિશ્વશાંતિ મહાયજ્ઞ

News - વિહંગમ યોગ સત્સંગ સમારંભ પણ યોજાશે

Divyabhaskar.com Apr 18, 2019, 06:56 AM IST
અખિલ ભારતીય વિહંગમ યોગ સંત સમાજ દ્વારા આગામી 18-19 એપ્રિલે નવસારી જિલ્લાના વાંસદા ખાતેના વાંસિયા તળાવ સ્થિત દંડકવન આશ્રમમાં ચતુર્થ વાર્ષિકોત્સવ નિમિત્તે 2100 કુંડીય વિશ્વશાંતિ મહાયજ્ઞ તથા વિહંગમ યોગ સત્સંગ સમારંભના બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

18મી એપ્રિલ ગુરૂવારે સવારે ‘અ’ અંકિત ધ્વજારોહણ, શોભાયાત્રા, ભજન તથા પૂ. સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજની સ્વર્વેદ દિવ્ય વાણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

19મી એપ્રિલ શુક્રવારે સવારે સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના અર્થે આધ્યાત્મ માર્તન્ડ વીસ કલા વિભૂષિત સદગુરૂ આદિત્ય વિહંગમ યોગી અનંત સ્વતંત્રદેવજી મહારાજના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા 2100 કુંડીય મહાયજ્ઞનું પવિત્ર કાર્ય સંપન્ન થશે અને સાંજે 4 કલાકે સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજની દિવ્ય વાણી તથા સદગુરૂ આચાર્ય સ્વતંત્રદેવજી મહારાજની અમૃતવાણી સાથે કાર્યક્રમ સાથે યજ્ઞ પછી ભંડારો તથા રાત્રિ સત્સંગ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

દંડકવન આશ્રમ વાંસદા ખાતે આયોજિત બે દિવસીય આ ધર્મ કાર્યમાં સહભાગી થવા સર્વ ભક્તજનોને પધારવા વિહંગમ યોગ સંત સમાજ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Share
Next Story

આપઘાત / સુરતના લુમ્સ વેપારીએ દેવું વધી જતાં નવસારીમાં બંગલામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari News - two day 2100 kundi vishva shanti mahayagan in wansia lake dandakvan ashram 065624
(News in Gujarati from Divya Bhaskar)