ભગવાન મહાવીરની જન્મ જયંતી ભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવાઇ

News - ભગવાન મહાવીરની રથયાત્રામાં સફેદ વસ્ત્રો ધારણ કરી જૈન સમાજના ચારેય ફિરકાઓના 5000થી વધુ લોકો જોડાયા નવસારીના...

Divyabhaskar.com Apr 18, 2019, 06:56 AM IST

નવસારીમાં બુધવારે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન મહાવીરની જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં ઉજવણી સંપન્ન થઈ હતી. સવારે નાગતલાવડી સ્થિત ચૌમુખી દેરાસરમાંથી નીકળેલી ભગવાન મહાવીરની રથયાત્રામાં સફેદ વસ્ત્રો ધારણ કરી જૈન સમાજના ચારેય ફિરકાઓના 5000થી વધુ લોકો જોડાયા હતા.

સવારે 9 વાગ્યે નાગતલાવડી સ્થિત ચૌમુખી દેરાસરમાંથી ભગવાન મહાવીરની રથયાત્રા નીકળી હતી. ભગવાનની રથયાત્રા મુખ્ય માર્ગો સાંઢકૂવા, ગોલવાડથી લક્ષ્મણ હોલ, ટાવર પહોંચતા પાલિકાના પ્રમુખ કાંતિ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા પરત સાંઢકૂવા સ્થિત આવેલ શારદા બા ઉપાશ્રયમાં સંપન્ન થઈ હતી. જ્યાં ઉપસ્થિત મુનિ ભગવતોએ ભગવાન મહાવીરની જન્મ જયંતી અંતર્ગત પ્રવચન આપ્યા હતા.

Share
Next Story

આપઘાત / સુરતના લુમ્સ વેપારીએ દેવું વધી જતાં નવસારીમાં બંગલામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari News - the birth anniversary of lord mahavir was celebrated in a devotional atmosphere 065638
(News in Gujarati from Divya Bhaskar)