સ્વામિનારાયણ મહામંત્ર શ્રેષ્ઠ છે : પૂ. પુરૂષોત્તમચરણસ્વામી

News - નવસારી | જીવનમાં સમજણ બહુ અગત્યની બાબત છે. સવળી સમજણ સુખ-શાંતિનો રાજમાર્ગ છે. અવળી સમજણ અશાંતિ-ઝઘડા ઉભા કરે છે....

Divyabhaskar.com Apr 18, 2019, 06:56 AM IST
નવસારી | જીવનમાં સમજણ બહુ અગત્યની બાબત છે. સવળી સમજણ સુખ-શાંતિનો રાજમાર્ગ છે. અવળી સમજણ અશાંતિ-ઝઘડા ઉભા કરે છે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે કોટિ કોટિ જીવોના કલ્યાણ માટે ‘ઓમશ્રી સ્વામિનારાયણ નમ:’ મહામંત્ર આપ્યો જે શ્રેષ્ઠ મંત્ર છે. શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભાગવત ગીતામાં આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવાની વાતનું પ્રવર્તન કરવા પોતે અને એમના સંતો દ્વારા પ્રગટ રહેવાની પણ વાત કરેલી. તે પ્રમાણે વર્તમાનકાળે પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતા પૂ. પુરૂષોત્તમચરણસ્વામીએ ઉચ્ચાર્યા હતા. કથામૃતનું રસપાન કરાવતા પૂ. પુરૂષોત્તમચરણસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે મહામુલો માનવદેહ મળ્યો છે ત્યારે પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણની ભક્તિ કરી જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવાનું છે. એ માટે નિત્ય સત્સંગ કરવો તથા પ્રગટ ગુરુહરિ મહંતસ્વામીનો દૃઢ આશરો કરી એમના વિશે દિવ્યભાવ, દૃઢ પ્રીતિ અને નિર્દોષ બુદ્ધિ રાખવા. પૂ. મહંતસ્વામીની આજ્ઞા પ્રમાણે જ વર્તવુ. એમની આજ્ઞા સારધાર પાળવી, નિયમ-ધર્મ સારધાર પાળવા. આ નાશવંત શરીર વડે અક્ષરધામનું અવિનાશીફળ પ્રાપ્ત કરવાનું છે. જીવનમાં આવતી સમસ્યાઓ-વિપરીત પરિસ્થિત વેળા સ્થિતપ્રજ્ઞ રહી શકાય તે માટે નિત્ય સંતસમાગમ નિત્ય સત્સંગ કરવો. સ્વામિનારાયણ મહામંત્ર જીવનમાં દૃઢ કરવાનો છે અને તો જ શ્રી હરિ જયંતીની ઉજવણી સાર્થક બનશે.

Next Story

આપઘાત / સુરતના લુમ્સ વેપારીએ દેવું વધી જતાં નવસારીમાં બંગલામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari News - swaminarayan mahamantra is the best pu male or female cremation 065627
(News in Gujarati from Divya Bhaskar)