વાઘરેચ પાસે કાવેરીના પુલ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ

News - બીલીમોરા - વાઘરેચ - બીગીરી - માલવણ - ધોલાઇ બંકર રોડ (કોસ્ટલ સ્‍ટેટ હાઇવે) કાવેરી નદી પરના વાઘરેચ ગામ પાસેના મેજર બ્રીજ...

Divyabhaskar.com Sep 12, 2018, 03:16 AM IST
બીલીમોરા - વાઘરેચ - બીગીરી - માલવણ - ધોલાઇ બંકર રોડ (કોસ્ટલ સ્‍ટેટ હાઇવે) કાવેરી નદી પરના વાઘરેચ ગામ પાસેના મેજર બ્રીજ 1963માં બંધાયેલ ઘણો જુનો હોય તથા એસવીએનઆઇટી કોલેજ, સુરત દ્વારા સ્થળ નિરીક્ષણ કરી તથા સ્‍ટ્રકચર કમ્પોનન્ટની સ્‍ટ્રેન્થના રીપોર્ટ મુજબ બ્રીજ પરથી ભારે વાહનો પસાર ન કરવાની સુચના મુજબ પુલને નુકશાન ન થાય તેમજ મોટી જાનહાનિ ન સર્જાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.એમ.ડી.મોડિયાએ મળેલી સત્તાની રૂએ વાઘરેચ, બીગરી, માલવણ, ધોલાઇ બંદર રોડ (કોસ્ટલ સ્ટેટ હાઇવે) કાવેરી નદી પરના વાઘરેચ ગામ પાસેના મેજર બ્રીજ ઉપરથી નાના મોટર વ્હીકલો તથા ફોર વ્હીલર્સ માટે અવરજવર કાયમ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. અવરજવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે ધોલાઇ, માલવણ, બીગરી, પોંસરી, દઢોળા, ગોયંદીથી આવતા લોકોએ ભાઠલા, ખાપરવાડા, જોરાવાસણથી ઉંડાચ લુહાર ફળિયા, આંતલીયા થઇને બીલીમોરા આવવું. બીલીમોરાથી આંતલીયા, ઉંડાચ લુહાર ફળિયાથી જોરાવાસણ, ખાપરવાડા, ભાઠલા થઇને ધોલાઇ, માલવણ, બીગરી, પોંસરી, દઢોળા ગોયંદી જવાનો રસ્તાનો ઉપયોગ કરવો.

Share
Next Story

જિલ્લાકક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari - વાઘરેચ પાસે કાવેરીના પુલ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ
(News in Gujarati from Divya Bhaskar)