વિજલપોર પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

News - છેલ્લા ઘણાં સમયથી વિજલપોરમાં ભાજપના ચૂંટાયેલા પાલિકા સભ્યોમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે

Divyabhaskar.com Sep 12, 2018, 03:16 AM IST

પાલિકાના રાજકારણમાં ભડકો, પ્રમુખથી નારાજ સભ્યોએ જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત કરી

નવસારીને અડીને આવેલા ભાજપ શાસિત વિજલપોર પાલિકામાં પુન: એક વખત આંતરિક વિખવાદ સપાટીએ આવી ગયો છે. છેલ્લા ઘણાં સમયથી વિજલપોરમાં ભાજપના ચૂંટાયેલા પાલિકા સભ્યોમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. બે જૂથમાં વહેંચાયેલા આ ભાજપના સભ્યોમાં અંદરોઅંદરની ખેંચતાણને લઈ ભારે ઉહાપોહ થઈ રહ્યો છે, જેની અસર તાજેતરમાં જ યોજાયેલી પાલિકાની સામાન્ય સભામાં પણ જોવા મળી હતી. સભામાં નારાજ સભ્યોની ગેરહાજરી ઉંડીને આંખે વળગે તેવી હતી. બીજી તરફ પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં તમામ બાબતે એકરાગીતા રાખવા ભાજપના મોવડી મંડળના નરેશભાઈ પટેલ (ધારાસભ્ય) અને ભુરાલાલ શાહ (જિલ્લા ભાજપ મહામંત્રી)એ આ ગઠબંધનમાં પુન: એકરાગીતા લાવવા નવસારી સ્થિત કમલમની ઓફિસમાં બેઠક પણ કરી હતી પરંતુ તે પછી પણ પ્રમુખ જગદીશ મોદી અને રાજભરના જૂથ વચ્ચે કોઈ સમાધાનકારી વલણ જોવા મળ્યું નહતું અને તેના કારણે ભાજપ મોવડી મંડળ પણ આ બંને જૂથને મનાવવામાં નિષ્ફળ જતા આખરે વિજલપોર પાલિકાના પ્રમુખ જગદીશભાઈ સામે નારાજ જૂથના ...અનુસંધાન પાના નં. 2

વિજલપોર પાલિકાની ફાઈલ તસવીર.

આ કારણોસર અવિશ્વાસની દરખાસ્ત કરાઈ

વિજલપોર પાલિકાના પ્રમુખ સામે પાલિકાના કામોમાં સભ્યોની રજૂઆતો ધ્યાને લીધા વિના અવગણના કરવામાં આવે છે. ચેરમેનોની સહીથી પ્રાધાન્ય આપવાના કામોને ધ્યાનમાં લીધા વિના જે તે વિસ્તારના કામો થવા જોઈએ, તેના બદલે એકહથ્થુ સત્તા વાપરી કામ કરે છે. નગરપાલિકાના કામોમાં વહાલાદવલાની નીતિના કારણે અમુક વિસ્તારો અલ્પવિકસિત રહે છે અને હોદ્દેદારો, નગરસેવકો ઉપર દાબદબાણનો ઉપયોગ કરી ગેરવર્તણૂક આચરવામાં આવતી હોવાનો આક્ષેપ કરી અવિશ્વાસ દરખાસ્ત મુકવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર સહી કરી

વિજલપોર પાલિકાના ચૂંટાયેલા સભ્યો લક્ષ્મીબેન ટુંડીયા, મનોહર ઉર્ફે દિપક બોરસે, દરમાબેન ઉર્ફે દરિયાબેન ગિરાસે, સતિષભાઈ બોરસે, વૃશાલી પાથરકર, વંદનાબેન પાટીલ, ઈન્દ્રસિંહ રાજપૂત, ભાલચંદ્ર પાટીલ, કુસુમબેન ધાનકા, મહેન્દ્રભાઈ ટંડેલ, આશાબેન ઠાકુર, મંગળજી ચાવડા, જ્યોતિકુમાર રાજભરે અવિશ્વાસ દરખાસ્ત ઉપર સહી કરી પાલિકાની બેઠકમાં ખુલ્લો વિરોધ નોંધાવી દીધો છે.

વિશ્વાસ મત જીતવું પડશે

વિજલપોર પાલિકાની બોડીમાં ફેરફાર થવાના એંધાણ વર્તાય ચૂક્યા છે. નારાજ સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત કરતા હવે પાલિકા પ્રમુખે પણ પોતાનો વિશ્વાસ મત જીતવું પડે તેવી શક્યતા છે. નહીંતર તમામ માળખામાં ફેરફાર આવશે. જિલ્લા કલેકટર દ્વારા આ અવિશ્વાસ દરખાસ્ત બાદ હવે બંને પક્ષને મોકો આપશે. કલેકટર ડો. મોડિયા આ પ્રક્રિયા માટે અધિકારી નક્કી કરશે જે નિર્ણાયક ભૂમિકા અદા કરશે.

Share
Next Story

જિલ્લાકક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari - વિજલપોર પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
(News in Gujarati from Divya Bhaskar)