લાઇન ડેમેજ થતાં 3 કલાક ગેસપુરવઠો ખોટકાયો

News - મોબાઈલ કંપનીનું કામ કરતી વેળા લાઈન ડેમેજ, 1400થી વધુ ઘરોમાં અસર

Divyabhaskar.com Apr 18, 2019, 06:56 AM IST
વિજલપોરમાં નગરપાલિકા કચેરી નજીક કૃષ્ણકુંજ સોસાયટી સામે ગેસની લાઈન ડેમેજ થતા બપોરના 3 કલાક ગેસપૂરવઠો ઉક્ત વિસ્તારમાં બંધ રહ્યો હતો. 1400થી વધુ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.

નવસારી-વિજલપોર પંથકના હજારો ઘરોમાં પાઈપલાઈન મારફત ગેસનો પુરવઠો ગુજરાત ગેસ પૂરો પાડી રહી છે. આવી જ એક મુખ્ય લાઈન વિજલપોર પાલિકા કચેરીની નજીક ઘેલખડી રોડના પાટીયા પાસે કૃષ્ણકુંજ સોસાયટી સામેથી પણ પસાર થાય છે. મળતી માહિતી મુજબ કૃષ્ણકુંજ સોસાયટી સામેથી પસાર થતી ગેસની લાઈન સવારે 11 વાગ્યાના અરસામાં ડેમેજ થઈ હતી. ખાનગી મોબાઈલ કંપનીના કામકાજ દરમિયાન ગેસલાઈન ડેમેજ થયાનું જાણવા મળ્યું હતું. લાઈનને રિપેર કરવા ગુજરાત ગેસ કંપનીનો સ્ટાફ ઉક્ત સ્થળે પહોંચી ગયો હતો. ...અનુ.પાના નં. 211 વાગ્યે ડેમેજ થયેલી લાઈન બપોરે 2 વાગ્યે પુન: ઠીકઠાક થઈ હતી. આ ત્રણ કલાકના સમયગાળા દરમિયાન અંદાજે 1400થી વધુ ઘરોમાં ગેસ પુરવઠો બંધ રહ્યો હતો અને હાલાકિ પડી હતી. બપોરે 2 વાગ્યા બાદ ગેસ પુરવઠો પુન: રાબેતા મુજબ કાર્યરત થયો હતો. બપોરે ભોજનના સમય અગાઉ જ ગેસ ગાયબ થઈ જતા ઘણાં ઘરોમાં રસોઈ બનાવવાના ફાંફાં પડ્યા હતા અને હોટલ, રેસ્ટોરન્ટમાથી ખાવાનું લાવવાની નોબત આવી હતી.

3 કલાક ગેસ સેવા બંધ રહી હતી

કૃષ્ણકુંજ સોસાયટી નજીક ગેસલાઈન ડેમેજ થતા બપોરે 11થી 2 વાગ્યા દરમિયાન ઉક્ત વિસ્તારમાં ગેસ સેવા બંધ રહી હતી. અંદાજે 1400થી 1500 અમારા ગેસગ્રાહકોને આનાથી અસર થઈ હતી.

-રામબાબુ ચૌહાણ, અધિકારી, ગુજરાત ગેસ નવસારી

અનેક ઘરોમાં રસોઈ બનાવવાની રહી ગઈ

બપોરના સમયે ગેસ પુરવઠો બંધ થતા મુશ્કેલી પડી હતી. અમારા વિસ્તારમાં અનેક ઘરોમાં રસોઈ બનાવવાની રહી ગઈ હતી. જોકે મારા ઘરે વહેલી રસોઈ થતી હોય થઈ ગઈ હતી.

-મહેન્દ્રભાઈ ટંડેલ, રહીશ, ગોપાલનગર-વિજલપોર.

અમારું બપોરનું ભોજન ખોરવાયું

Next Story

આપઘાત / સુરતના લુમ્સ વેપારીએ દેવું વધી જતાં નવસારીમાં બંગલામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari News - gas supply was lost for 3 hours due to line damages 065634
(News in Gujarati from Divya Bhaskar)