જિલ્લામાં ઉંમરની સેન્ચુરી ફટકારનાર 100 મતદારો

News - 90થી 99 વય વચ્ચેના 1997 મતદારો છે

Divyabhaskar.com Apr 18, 2019, 06:56 AM IST
નવસારી જિલ્લામાં 100ની ઉંમરે પહોંચેલા (સેન્ચુરી મારનાર) 100 મતદારો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

નવસારી જિલ્લામાં ચાર વિધાનસભા મતવિસ્તારો આવેલા છે. જેમાં જલાલપોર, નવસારી, ગણદેવી અને વાંસદાનો સમાવેશ થાય છે. આ મતવિસ્તારોમાં પહેલીવાર મતદાન કરનારા 18 વર્ષથી વધુના વયના મતદારોથી લઈને ઉંમરની સદી ફટકારનારા 10 વર્ષ યા તેથી વધુ ઉંમરના મતદારો પણ સામેલ છે.

જિલ્લામાં 100 વર્ષ યા તેથી વધુની વયના કુલ 100 મતદારો છે. જેમાં વિધાનસભા દીઠ જોઈએ તો જલાલપોરમાં 31, નવસારીમાં 21, ગણદેવીમાં 24 અને વાંસદામાં 24 મતદારો છે. આ ઉપરાંત જિલ્લામાં 90થી 99 વર્ષ વચ્ચેના પણ 1997 મતદારો નોંધાયેલા છે.

જિલ્લામાં અન્ય આયુ મુજબ મતદારોની સંખ્યા જોઈએ તો 18થી 19 વર્ષના 26,318, 20થી 29 વચ્ચેના 2,09,460, 30થી 39 વચ્ચેના 2,36,222, 40થી 49 વચ્ચેના 2,04,859, 50થી 59 વચ્ચેના 1,65,678, 60થી 69 વચ્ચેના 1,05,522, 70થી 79 વચ્ચેના 53,057 અને 80થી 89 વર્ષ વચ્ચેના 16,221 મતદારો હોવાની જાણકારી મળી છે.

Share
Next Story

આપઘાત / સુરતના લુમ્સ વેપારીએ દેવું વધી જતાં નવસારીમાં બંગલામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navsari News - 100 voters who hit the centenary of the district in the district 065609
(News in Gujarati from Divya Bhaskar)