Loading...

બે બાળકો અને પત્નીને મુકી સગીર દિકરીને લઇ સાવકો પિતા ભાગી ગયો

મને ન્યાય નહીં મળે તો હું અાત્મવિલોપન કરીશ: સગીરાની માતા

Divya Bhaskar Aug 17, 2018, 12:52 AM

રાજપીપળા: રાજપીપળા નજીક વડિયા ગામની વૃંદાવન સોસાયટી માં રહેતા મહેશ જોગી પોતાની પત્ની અને 2 બાળકો ને છોડી સગીર સાવકી દીકરીને લઈને ભાગી ગયો હતો. એક બાજુ આ પત્ની છોકરાઓ નિરાધાર છે. મકાન ની લોન પણ બાકી છે બેંકોમાં થી નોટિસો આવે છે, ત્યારે આ મુકેશ જોગીને ઝડપી લાવવા પોલીસને રજૂઆત કરી હતી. ત્યારે કોઈ વાત ના સાંભળતા આ મહિલા અંતે અખિલ હિન્દ મહિલા પરિષદના દ્વાર ખડાવ્યા હતાં. આ મહિલા સંગઠને તેને ન્યાય અપાવી ને જ ઝંપીશુ તેવી હૈયા ધારણા આપી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપીપળા નજીક વડિયા ગામની વૃંદાવન સોસાયટીમાં રહેતી ગીતા મહેશ જોગી તથા તેના બે સંતાનોને મૂકી તેની 16 વર્ષની સાવકી દીકરીને લઈને પતિ જતો રહ્યો છે . આજે બે મહિના થયા જે સુરત રહે છે અને તેના ત્યાં પણ અન્ય સંતાનો છે. ત્યારે આ પત્ની અને બાળકોને આજે ખાવાના ફાંફા પડે છે અને જે મકાન માં રહે છે તે મકાન ની પણ લોન ચાલતી હોય આ મહિલા ખાય શું અને હપ્તા કેવી રીતે ભરે સાથે સ્કૂલ ફી, થી લઇ બીજું બધું ઘર ચલવાવનું આ મહિલા આર્થિક અને માનસિક ભીસ માં મુકાઈ છે, જેથી આ પતિને પકડી આ મહિલા તથા સંતાનોને સાથે લઇ જાય અથવા અહીંયા આવે અને તેની 16 વર્ષની સગીર દીકરીને પરત આવે, જેવી માંગ કરી છે.


અખિલહિન્દ મહિલા પરિષદ રાજપીપળા ના કન્વીનર અલ્પાબેન ભાટિયાએ જણાવ્યું હતું કે, આ મહિલા આજે નિરાધાર બની છે. જેની સગીર દીકરી સાથે તેનો સાવકો પિતા દુષ્કર્મ કરે ભગાડી લઇ ગયો અને જેબાબાત ની પોલીસ ને રજૂઆત કરવા છતાં કોઈ પણ તપાસ ના થાય એ કેમ ચાલે. આજે આ મહિલા આત્મવિલોપન ની વાત કરે છે અને કશુ કરી બેસે તો શું જેથી પોલીસ આ મહેશ જોગીને પકડી જરૂરી સબક શીખવાડે FIR કરે તેની ચુંગાલ માંથી સગીરા ને છોડાવે, પોકશો કલમ, 376 કલમ થી ફરિયાદ નોંધે, નહીતો મહિલા ઉગ્ર આંદોલન કરશે પણ આ મહિલાને ન્યાય અપાવી જંપીશું. (માહિતી: પ્રવિણ પટવારી, રાજપીપળા)


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Take away two children and a wife and take daughter away from her step father
(News in Gujarati from Divya Bhaskar)