નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 થઇ, પાણીની આવક કરતા જાવક બમણી

ગુજરાત પર વધુ એક વર્ષ સર્જાઇ શકે છે જળસંકટ, 24 કલાકમાં ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો

નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 થઇ, પાણીની આવક કરતા જાવક બમણી
Divyabhaskar.com Aug 06, 2018, 03:18 PM IST

નર્મદાઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 111.07 મીટર છે. ગઇકાલે ડેમની સપાટી 111.17 મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે. 

 

 

નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 મીટર થઇ, પાણીની આવક કરતા જાવક બમણી

 

છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર 57 mcm જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઈ જશે અને સાત મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જેથી સિંચાઈનું પાણી આપી નહીં શકાય. ઈન્દિરાસાગર ડેમ પણ હજુ 10 મીટર ખાલી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે. નર્મદા નદી પરના અન્ય ડેમની સ્થિતિ પણ ખરાબ છે.

 

આગળની સ્લાઇડમાં વાંચો....કેવી છે નર્મદા નદી પરના અન્ય ડેમોની સ્થિતિ....

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surface of Narmada dam has reduced to 111.07 in kevadiya colony near rajpipla
(News in Gujarati from Divya Bhaskar)