Loading...

રાજપીપળા ચિલ્ડ્રન હોમના બાળકોએ ટેકવેન્ડો સ્પર્ધામાં 2 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ મેળવ્યા

અમદાવાદ મણિનગર સ્થિત સેવેંથ ડે એડવેન્ટીસ હાઈસ્કૂલ ખાતે ગત 5/8/2018ને રવિવારના રોજ ઇન્ટર સ્કૂલ ગુજરાત સ્ટેટ ટેકવેન્ડો સ્

Divya Bhaskar Aug 07, 2018, 08:40 PM

રાજપીપળા: રાજપીપળાની ચિલ્ડ્રન હોમમાં રહીને નવદુર્ગા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ હાલમાં યોજાયેલ રાજ્યકક્ષાની ટેકવેન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્યકક્ષાએ ઝળકયા હતા,એમાંથી 2 વિદ્યાર્થીઓએ ગોલ્ડ અને 4 વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. રાજપીપળા રમત ગમત સંકુલ સ્પર્ધાના સિનિયર કોચ વિષ્ણુ વસાવા અને ટેકવેન્ડો કોચ રાજેન્દ્રસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ રાજપીપળાના ચિલ્ડ્રન હોમમાં રહી નવદુર્ગા હાઉસ્કૂલમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓએ ટેકવેન્ડો સ્પર્ધામાં ભાગ લેવા તનતોડ મેહનત કરી હતી.તો એ તમામ વિદ્યાર્થીઓની મેહનત આખરે રંગ લાવી હતી.

નવદુર્ગા હાઈસ્કૂલનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું

તાજેતરમાં જ અમદાવાદ મણિનગર સ્થિત સેવેંથ ડે એડવેન્ટીસ હાઈસ્કૂલ ખાતે ગત 5/8/2018ને રવિવારના રોજ ઇન્ટર સ્કૂલ ગુજરાત સ્ટેટ ટેકવેન્ડો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આ 6 વિદ્યાર્થીઓએ પૈકી વસાવા રોશનભાઈ ભાવસિંહે -U-14(27 to 29 kg)માં પ્રથમ આવી ગોલ્ડ મેડલ,વસાવા હિતેન્દ્રભાઈ રમણભાઈએ U-17(45 to 48kg)માં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.જ્યારે વસાવા રામાંભાઈ ધર્માંભાઈએ U-17(51 to 55kg),વસાવા અંકેશભાઈ ઉમેદભાઈએ U-17(41 to 48kg ),વસાવા રાજુભાઈ મગનભાઈએ U-17(45 to 48kg),વસાવા સંદીપભાઈ દીપકભાઈએ U-17(38 to 41kg)માં દ્વિતીય સ્થાન સાથે તમામે સિલ્વર મેડલ મેળવી નર્મદા જિલ્લા તથા નવદુર્ગા હાઈસ્કૂલનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું છે.


આ તમામ વિજેતા બાળકોને નર્મદા જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌધરી, બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર, નવદુર્ગા હાઈસ્કૂલના આચાર્ય રિના પંડ્યા, સિનિયર કોચ વિષ્ણુ વસાવા, રાજેન્દ્ર ઠાકોર ચિલ્ડ્રન હોમના અતિષ પંચોલી, સહિત અન્ય મહાનુભવોએ પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.(અહેવાલ,તસવીર- પ્રવિણ પટવારી)

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rajpipla students got 2 gold and 4 silver medals in the taekwondo contest
(News in Gujarati from Divya Bhaskar)