Loading...

રાજપીપળા: ગોરાની એકલવ્ય મોડેલ સ્કુલની મુલાકાત લેતા હર્ષદ વસાવા

શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળી વિદ્યાર્થીઓની શ્રેષ્ઠી કારકિર્દી ઘડતરના માર્ગદર્શન સાથે વસાવાએ પાઠવી શુભેચ્છા

Divya Bhaskar Jul 31, 2018, 10:10 PM

રાજપીપળા: રાષ્ટ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય હર્ષદ વસાવાએ તાજેતરમાં ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતેની એકલવ્ય મોડેલ સ્કુલની મુલાકાત લઇ શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળી છેલ્લા ત્રણ વર્ષથી શાળાના 100 ટકા પરિણામની સાથે બે વર્ષથી ધો- 12 વિજ્ઞાન પ્રવાહના 80 ટકા પરિણામ બદલ શાળાના આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવારને તેઓએ અભિનંદન આપ્યાં હતાં.


શાળા વાતાવરણને તેઓએ બિરદાવ્યું


એકલવ્ય મોડેલ સ્કુલના શૈક્ષણિક કાર્યની મુલાકાત દરમિયાન હર્ષદ વસાવાએ શાળાના વર્ગખંડમાં જઇને ધો-10 અને ધો- 12ના વિદ્યાર્થીઓ સાથે તેમના અભ્યાસ અને શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ સંદર્ભે સીધો સંવાદ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની તેમના અભ્યાસ પ્રત્યેની રૂચિ ઉપરાંત શાળાના ઉત્સાહી ગુરૂજનોના સુભગ સમન્વયથી શાળામાં સ્વચ્છતા જાળવણીની બાબતે તેમણે સંતોષ વ્યક્ત કર્યો. સાથો સાથ શાળાની શૈક્ષણિક ઇતર પ્રવૃત્તિઓને લીધે બાળકોની ઇચ્છાશક્તિ મુજબ સર્જાયેલા શાળા વાતાવરણને તેઓએ બિરદાવ્યું હતું.


શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટેની શુભેચ્છા પાઠવી


રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય હર્ષદ વસાવાએ ખેલકૂદ ક્ષેત્રે પણ આ શાળાને ખેલ મહાકુંભમાં જિલ્લા્કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા અને રાજ્ય સરકાર તરફથી મળેલ એવોર્ડ બદલ ધન્યવાદ આપ્યા હતાં. સાથે શાળાના વિદ્યાર્થીઓ સાથે કરેલા વાર્તાલાપમાં ધો- 10 અને ધો-12માં મેડીકલમાં જવા માટે NEET-JEEની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ દેખાવ કરે તે માટે વસાવાએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટેની શુભેચ્છા પાઠવી હતી. હર્ષદ વસાવાએ શાળાની સાયન્સ લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ અને છાત્રાલયની પણ મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન શાળાના આચાર્ય રાકેશભાઇ લકુમે વસાવા સાથે રહીને શાળાના શિક્ષણ કાર્યની સાથે વિવિધ પ્રવૃત્તિઓથી તેમણે અવગત કર્યાં હતાં. (મેટર, તસવીરો પ્રવિણ પટવારી)

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Rajpipla: Harshad Vasawa visiting Gora's Eklavya Model School
(News in Gujarati from Divya Bhaskar)