Loading...

181ની ટીમને વિદ્યાર્થીનીઓ કહ્યું સારા માર્ક આપવાની લાલચ આપી ટીચર અમારી સાથે અડપલાં કરતાં

ઘટનાથી દોડતા થયેલા તંત્રે બાળાઓના નિવેદનો લીધાં : આચાર્ય સામે ગુનો નોંધી ધરપકડ કરી

Divyabhaskar.com | Updated -Sep 02, 2018, 01:40 AM

રાજપીપળા: નર્મદા જિલ્લામાં ગુરુ શિષ્યની સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. યાત્રાધામ ગરુડેશ્વરમાં કાર્યરત સ્વામી દયાનંદ આશ્રમ શાળામાં ધોરણ 6 થી 8 માં ભણતી આદિવાસી સગીર વિદ્યાર્થિનીઓ સાથે શાળાના જ આચાર્ય હર્ષદ જયંતી પટેલે જ શારીરીક શોષણ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. અજાણી વ્યક્તિએ બાલ સુરક્ષા વિભાગ રાજપીપલાને ટેલિફોનિક જાણ કરતાં 181 અભયમને સાથે લઇ આ બે ટીમોએ ગરુડેશ્વર આશ્રમ શાળામાં જઈને ભોગ બનનાર બાળકીઓના નિવેદન લીધા હતા. ત્યારે આ આચાર્યે 4 થી 5 બાળકી સાથે આવું કૃત્ય કર્યાનું બહાર આવ્યું હતું. લંપટ શિક્ષકની પોલીસે અટકાયત કરી છે.


સરકારી ગ્રાન્ટ મેળવતી આશ્રમ શાળામાં 158 વિદ્યાર્થીઓ  અભ્યાસ કરે છે જેમાં 100 કુમાર અને 58 કન્યા છે. જે  1 થી 8 ધોરણમાં ભણે છે. જેમનો રહેણાંક વિસ્તાર પણ શાળામાં આવેલો છે અને એક જ કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ,શિક્ષકો રહે છે. જેમાં મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરના વતની અને હાલ આશ્રમ શાળામાં રહેતા 38 વર્ષીય પરીણિત એવા  આચાર્ય  હર્ષદ જયંતિ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. તે આશ્રમશાળામાં રહેતી સગીર વયની બાળકીઓ સાથે શારીરિક અડપલાં અને  છેડછાડ કરતો હતો. જે ઘણા સમયથી ચાલતું હતું. સ્થાનિક લોકોએ બાળસુરક્ષા અને અભયમ 181 ને જાણ કરતાં આચાર્યનો ભાંડો ફૂટયો હતો. પોલીસે બાળકીની ફરિયાદ નોંધી લંપટ શિક્ષક આચાર્ય સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


કપડા અને સારા માર્કની લાલચ આપતો હતો


લંપટ શિક્ષક બાળકીઓની શારીરિક છેડતી કરતો અને બાળકીઓ વિરોધ ના કરે તેને વશ થઇ જાય એ માટે તેમને કપડાં, ચોપડા અપાવવા તથા માર્ક્સ સારા આપવાની લાલચ આપતો હતો.


ચાલુ બાઇકે પણ પોત પ્રકાશતો હતો


લંપટ શિક્ષક ગમતી બાળકીઓને તેના ઘરે લેવા જતો અને પોતાની બાઈક પર આગળ બેસાડી લાવતો ત્યારે ચાલુ બાઇકે પણ શારીરિક અડપલાં કરતો હતો. જેનો બાળકીઓ દ્વારા વિરોધ કરાતા બાઈક ઉભી રાખી તેમને ચીજ વસ્તુઓ પણ અપાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.


4થી 5 જેટલી છાત્રાઓની છેડતી કરી હતી

 

ગરુડેશ્વર આશ્રમ શાળાના આચાર્ય દ્વારા 4 થી 5 સગીરાઓ સાથે શારીરિક છેડતી કરવા બદલ પોસ્કો હેઠળ ગુન્હો નોંધાયો છે. આ શિક્ષક સગીર બાળકીઓ સાથે શારીરિક શોષણ કરતો હતો. જે ગંભીર બાબત છે. બાળકીઓના નિવેદનો લીધા છે.


અચલ ત્યાગી, ASP, કેવડિયા ફરિયાદ મળતા શાળામાં તપાસ કરી હતી

 

ગરુડેશ્વરની આશ્રમ શાળાના શિક્ષક દ્વારા બાળકીઓ ની શારીરિક છેડછાડ થતી હોવાની ટેલિફોનિક માહિતી મળતા બાળ સુરક્ષા વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.181 અભયમની મહિલા કર્મીઓ અને અમારા મહિલા કર્મચારીઓ ભેગા મળી છોકરીઓના નિવેદનો મેળવી પોલીસ સ્ટેશન ગરુડેશ્વર ફરિયાદ નોંધાઈ છે.=ચેતન પરમાર , બાલ સુરક્ષા અધિકારી, રાજપીપળા


શિક્ષક પાસે આગાઉ પણ લેખિત માફી મંગાવી હતી


આશ્રમ શાળાના શિક્ષક હર્ષદ પટેલ અગાઉ ત્રણ ચાર વર્ષ પહેલા પણ સગીર બાળકી સાથે છેડતી કરતો હતો જે બાબત પ્રકાશ માં આવી હતી અને પોલીસ પણ શાળામાં પહોંચી હતી ત્યારે પ્રથમ ભૂલ થઇ હોઇ સંચાલક મંડળ દ્વારા વિનંતી કરતા અંતે મામલો થાળે પડ્યો અને લેખિત માફી મંગાવી શિક્ષકને છોડી દેવાયો હતો.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: physical absorption to 4 minor girls in Swami Dayanand Saraswati School in Garudeshwar
(News in Gujarati from Divya Bhaskar)