Loading...

નર્મદા જિલ્લામાં માછીમારી થકી લોકોને રોજગારી અપાશે

265 તળાવોમાં રવ, કટલા અને મિરગલ પ્રજાતિના 50 લાખ બચ્ચાનો ઉછેર કરાશે

Divya Bhaskar Aug 06, 2018, 12:06 AM

રાજપીપળા: રાજપીપળામાં સગર્ભા મહિલાઓ તથા બાળકોમાં કુપોષણ નિવારવા તથા લોકોને રોજગારી આપવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. મત્સય ધન પ્રોજેકટ અંતર્ગત પ્રથમ તબકકામાં 150 તળાવોમાં રવ, કટલા અને મિરગલ મચ્છીઓનો ઉછેર કરવામાં આવશે. આ તળાવોમાં અત્યાર સુધીમાં 35 લાખ મચ્છીના બીજ છોડવામાં આવ્યા છે. આગામી છ મહિનામાં આ માછલીઓના ઉછેર થતી 6 કરોડ રૂપિયાની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આખા પ્રોજેકટમાં જિલ્લાના 265 તળાવોને આવરીને 50 લાખ મત્સય બીજ છોડવાનું વહીવટીતંત્રનું આયોજન છે. આ પ્રકારનો પ્રોજેકટ રાજયમાં પ્રથમ છે.

માતાઓ અને બાળકોમાં કુપોષણ નિવારવા માછલીઓ આહાર તરીકે વપરાશે


આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં ઉદ્યોગો નહિ હોવાને કારણે લોકો પાસે રોજગારીના સાધનો ઓછા છે. આવા સંજોગોમાં લોકોને રોજગારી પ્રાપ્ત થઇ શકે તે માટે તળાવોમાં તંત્ર તરફથી મત્સય ઉછેરની વ્યવસ્થા કરવામાં આવી છે. તળાવોમાં રવ, કટલા અને મિરગલ મચ્છીઓના ઉછેર થકી સ્થાનિક ગામલોકો રોજગારી મેળવશે.

રાજ્યના સૌ પ્રથમ મત્સ્ય ધન પ્રોજેકટનો નાંદોદના છટવાડા ગામથી પ્રારંભ


આ ઉપરાંત આ મચ્છીઅોનો ખોરાક તરીકે ઉપયોગ કરી સગર્ભા માતાઓ તથા બાળકોમાં કુપોષણ દુર કરવાનો પ્રયાસ કરાશે. જિલ્લા કલેકટર આર.એસ. નિનામાના હસ્તે નાંદોદ તાલુકાના છટવાડા ગામથી શુભારંભ કરાવ્યો અને સુજલામ સુફલામ યોજનાથકી નવનિર્મિત તળાવમાં 25,000 મત્સ્ય બીજ છોડવામા આવ્યાં છે. પ્રથમ તબકકામાં 150 તળાવ અને ત્યાર બાદ જિલ્લાના તમામ 265 તળાવોએ આવરી લેવાશે. આ પ્રોજેકટ થકી 6 કરોડ રૂપિયાની માછલીઓનું ઉત્પાદન થવાની શકયતાઓ છે.

મત્સ્ય ધનએ રાજ્યનો પ્રથમ પ્રોજેકટ છે


જળસંચય યોજના હેઠળ ઉંડા કરાયેલા તથા હયાત તળાવોમાં માછલીઓનો ઉછેર કરવામાં આવશે. આ માછલીઓના વેચાણ થકી સ્થાનિક લોકોને રોજગારી મળશે તેમજ માતાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેશે. સુરત જિલ્લાના વાલોડ ખાતેથી મતસ્યબીજ લાવવામાં આવી રહયાં છે અને તેમના ઉછેર માટેનો ખોરાક પણ તંત્ર તરફથી અપાશે. રાજયમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ છે. - આર.અેસ. નિનામા, કલેકટર, નર્મદા

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: People will be given employment through fishing in Narmada district
(News in Gujarati from Divya Bhaskar)