Loading...

છોટાઉદેપુર-નર્મદામાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદીમાં ઘોડાપુર, નર્મદા નદી બે કાંઠે

યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટના 28 પગથિયા ડૂબ્યા, નાવડી વ્યવહાર બંધ કરાયો

Divya Bhaskar Aug 17, 2018, 08:34 PM
છોટાઉદેપુર-નર્મદામાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદીમાં ઘોડાપુર, નર્મદા નદી બે કાંઠે

રાજપીપળા: નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે છોટાઉદેપુર પથંકમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા છે. જેને કારણે પોઇચા નજીક ત્રિવેદી સગંમ ખાતે નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટના 28 પગથિયા ડૂબી ગયા છે.

છોટાઉદેપુર-નર્મદામાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદીમાં ઘોડાપુર

મધ્યપ્રદેશ ઉપરાંત છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જેથી નર્મદાના પોઇચા ખાતે આવેલા ત્રિવેણી સંગમ ખાતે ઓરસંગ અને નર્મદાનો સંગમ પર પાણીનું જળસ્તર વધ્યુ છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેને કારણે ચાણોદ-પોઇચા અને કરનાળી-પોઇચા વચ્ચે નાવડી વ્યવહાર બંધ કરવાની વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામા આવી છે. ઓરસંગ નદીના કાંઠા વિસ્તારની દુકાનો હટાવી લેવામાં આવી છે. પોઇચા ખાતેથી પસાર થતી નર્મદા નદીમાં પાણી આવતા યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટના 28 પગથિયા ડૂબી ગયા છે.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Orsang river flood because heavy rain in chhotaudepur and narmada
(News in Gujarati from Divya Bhaskar)