Loading...

ગુજરાત પરથી જળસંકટ ટળ્યું, નર્મદા ડેમમાં 1 વર્ષ ચાલે તેટલા પાણીનો થયો સંગ્રહ

નર્મદા ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક, ડેમમાં 500.56 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ

Divya Bhaskar Aug 21, 2018, 02:38 PM
ગુજરાત પરથી જળસંકટ ટળ્યું, નર્મદા ડેમમાં 1 વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ, ડેમની સપાટી 115.05 મીટર પર પહોંચી

વડોદરાઃ ગુજરાતના ખેડૂતો અને જનતા માટે સારા સમાચાર છે. નર્મદા ડેમમાં ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી 115.5 મીટર પર પહોંચી ગઇ છે. ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

નર્મદા ડેમની સપાટી 115.05 મીટર પર પહોંચી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની સપાટી 115.5 મીટર પર પહોંચી ગઇ છે. અને નર્મદા ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક પણ થઇ રહી છે. ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઇ ગયો છે.

નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઇ છે. હાલ નર્મદા ડેમમાં 500.56 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ચાર દિવસમાં પાંચ મીટર જેટલો વધારો થયો છે. ગુજરાત પરથી જળસંકટ દૂર થતાં સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: One year water storage in Narmada dam because heavy rain catchment area
(News in Gujarati from Divya Bhaskar)