નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારમાં સાંજે 7 વાગ્યાના સુમારે 3.5નો ભૂકંપ નોંધાયો

આ ભૂકંપનું એપિસેન્ટર સરદાર સરોવર ડેમની કેવડિયા કોલોની વસાહત નજીક હોવાનું જાણવા મળ્યું

Divyabhaskar.com Aug 12, 2018, 02:55 AM IST
કેવડિયા કોલોની / નવાપુરઃ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારમાં સાંજે 7 વાગ્યાના સુમારે 3.5નો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપનું એપિસેન્ટર સરદાર સરોવર ડેમની કેવડિયા કોલોની વસાહત નજીક હોવાનું જાણવા મળ્યું છે. બીજીબાજુ મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકાના સાવળદા ગામે સાંજે 5:57 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ભાગદોડ મચી ગઇ હતી. આ આંચકો બે-ત્રણ સેકન્ડનો હતો. આ ભૂકંપના આંચકા 62 કિલોમીટર સુધી ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ત્રણ રાજ્યમાં તેની અસર જોવા મળી હતી.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kevadiya and Nandurbar 3.5 magnitude earthquake
(News in Gujarati from Divya Bhaskar)