Loading...

નર્મદા ડેમ પાણીથી છલકાઇ ઉઠે તે માટે શિક્ષણમંત્રીની શિવજીને પ્રાર્થના

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુણપાણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી

Divya Bhaskar Aug 12, 2018, 12:32 AM

રાજપીપળા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં થઇ રહેલા ઘટાડાથી રાજયમાં ફરી જળસંકંટના એંધાણ વર્તાઇ રહયાં છે. રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શનિવારે અમાસના દિવસે શુણપાણેશ્વર મહાદેવના દર્શન કરી ડેમ પાણીથી છલકાઇ ઉઠે તેવી પ્રાર્થના કરી હતી. નર્મદા ડેમ ની સપાટીમાં સતત ઘટાડો થવા માંડ્યો છે. CHPH પાવર હાઉસ નું એક યુનિટ પણ બંધ કરવાની સરકારને ફરજ પડી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં સારો વરસાદ થાય અને પાણીની આવક થાય તેવી પ્રાર્થના રાજયના શિક્ષણમંત્રીએ કરી છે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુણપાણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી

કેવડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ સુરપાણેશ્વર મહાદેવ મંદિરે તેમણે મહાદેવ ને લઘુરુદ્ર કરી પૂજા કરી હતી. તેમની સાથે પ્રવકતા ભરત પંડયા પણ જોડાયાં હતાં. બંને આગેવાનોએ મહાદેવ ને પ્રાર્થના કરી કે મેઘરાજા મન મૂકીને વર્ષે અને નર્મદા ડેમ ભરપૂર ભરાય ને કોઈ જળ સંકટ ના રહે. સરદાર સરોવર નર્મદા ડેમ ચોમાસામાં ખાલીખમ છે. જેનું મુખ્ય કારણ છે કે નર્મદા ડેમ ઉપરવાસમાં વરસાદ નથી ત્યારે મેઘરાજા માની જાય ને ગુજરાત અને મધ્યપ્રદેશ માં વરસાદ ભરપૂર પડે તે જરૂરી બની ગયું છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhupendrasinh Chudasama made a prayer to Shunapaneswar Mahadev on Saturday
(News in Gujarati from Divya Bhaskar)