ભરૂચ- નર્મદામાં એકતા-અખંડિતા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા શહેરમાં પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે વિશાળ રેલી કાઢવામાં આવી

Divyabhaskar.com Aug 10, 2018, 01:06 AM IST

ભરૂચ, રાજપીપળા, નેત્રંગ, ઝઘડીયા, અંકલેશ્વરઃ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગુરુવારે વિશ્વ આદિવાસી દિવસની એકતા અને અખંડીતાના માહોલ વચ્ચે શાંતિપુર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી. દેડીયાપાડામાં મંત્રી વાસણભાઇ આહીર અને સાંસદ મનસુખ વસાવા સહિતના મહેમાનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હાજર રહયાં હતાં. દેડિયાપાડામાં જ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં પીઠા ગ્રાઉન્ડથી વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજ ઉમટી પડયો હતો. ઝઘડીયામાં પણ 
આદિવાસી સમાજની રેલી અને ત્યાર બાદ બેઠક મળી હતી.  

 

વાલીયામાં ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ


જેમાં સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે તાલુકાપંચાયત કારોબારી અઘ્યક્ષ દિલીપભાઇ વસાવા ,પ્રમુખ રીતેશભાઇ વસાવા ,ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ,સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહયાં હતાં. અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા શહેર માં પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે  વિશાળ રેલી યોજાય હતી. ત્રણ રસ્તા સર્કલ પાસે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  રાજપીપળામાં તાલુકા પંચાયત કચેરી ખાતે રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આમ વિશ્વ આદિવાસી દિવસની ભાજપ, કોંગ્રેસ અને બીટીપી સહિતના રાજકીય પક્ષો તથા વિવિધ સંગઠનો તરફથી કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. ભરૂચમાં પણ રેલવે સ્ટેશન ખાતેથી રેલી નીકળી હતી. વાલીયામાં ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ હતી.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - Narmada celebrates World Tribal Day
(News in Gujarati from Divya Bhaskar)