શુકલતીર્થ કડોદ રોડ પર એક કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધી

News - બન્ને બાઇક પર સવાર બે યુવાનોની હાલત ગંભીર

Divyabhaskar.com Sep 11, 2018, 02:11 AM IST
ભરૂચ તાલુકામાં આવેલાં શુકલતીર્થ ગામ પાસે કડોદ જવાના માર્ગ ઉપરથી પસાર થઇ રહેલી બે મોટર સાઇકલને એક કાર ચાલકે ધડાકાભેર અકસ્માત કરતાં બાઇક પર સવાર બન્ને યુવાનોને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોન તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામનો મનીશ અભેસંગ પઢિયાર તેમજ ભરૂચ શહેરના રેહાનપાર્ક ખાતે રહેતો સરફરાજ હારૂન મિસ્ટર બન્ને પોતપોતાની મોટર સાઇકલ લઇને શુક્લતીર્થ કડોદ રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં એક કારના ચાલકે તેની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બન્ને યુવાનોની મોટર સાઇકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માતમાં બન્ને યુવાનો હવામાં ફંગોળાઇ જઇ જમીન પર પટકાતાં બન્નેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્નેની હાલત પ્રાથમિક સારવાર બાદ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share
Next Story

જાગેશ્વર ગામે ઉછીના રૂપિયા નહીં અાપનાર યુવાન પર ચપ્પુથી હુમલો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - શુકલતીર્થ કડોદ રોડ પર એક કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધી
(News in Gujarati from Divya Bhaskar)