Loading...

કોંગ્રેસનું ભારત બંધ | ઠેર ઠેર ચકકાજામ, દુકાનો બંધ કરાવવામાં આવી

વાલણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અસહય વધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતું. ભરૂચ,...

Divya Bhaskar Sep 11, 2018, 02:11 AM

વાલણ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અસહય વધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતું. ભરૂચ, અંકલેશ્વર, વાગરા, આમોદ, જંબુસર, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, સેલંબા, દેડીયાપાડા,વલણ, ઉમલ્લા, રાજપારડી, પાલેજ, દેરોલ સહિતના સ્થળોએ કોંગી કાર્યકરો સવારથી રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. તેમણે ટાયરો સળગાવીને ઠેર ઠેર ચકકાજામનો પ્રયાસ કર્યો હતો. કાર્યકરોએ દુકાનો બંધ કરાવી હતી. નર્મદા જિલ્લાના મુ્ખ્ય મથક રાજપીપળામાં બંધના કારણે એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ અને મુસાફરો અટવાઇ ગયાં હતાં. પોલીસ અને કાર્યકરો વચ્ચે ત્રણ કલાક સુધી પકડદાવની રમત રમાતી હોય તેવા દશ્યો જોવા મળ્યાં હતાં. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર કોંગી આગેવાનો બજાર બંધ કરાવવા નીકળ્યાં હતાં. તસવીર-હર્ષદ મિસ્ત્રી, સુરેશ પાસા, રાજેશ પેઇન્ટર, પ્રવિણ પટવારી, મનીષ પટેલ, યોગેશ સોની, ફારૂક ખત્રી, સલીમ પટેલ, મુકેશ શાહ મુકેશ જાદવ

દેરોલ ગામ

સેલંબા

દેડિયાપાડા

અંકલેશ્વર

રાજપારડી

રાજપીપળા ડેપો

પાલેજ

વાલીયા

આમોદ

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - કોંગ્રેસનું ભારત બંધ | ઠેર ઠેર ચકકાજામ, દુકાનો બંધ કરાવવામાં આવી
(News in Gujarati from Divya Bhaskar)