ભરૂચની હોટલમાં આપઘાત કરનાર સુરતના યુવાનનું રિ-પોસ્ટમોર્ટમ

News - યુવાનને ઇજાઓના નિશાન હોઇ પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

Divyabhaskar.com Sep 12, 2018, 02:06 AM IST
ભરૂચની કસક વિસ્તારમાં આવેલી શ્રી પ્લાઝા હોટલમાં રોકાયેલાં સૂરતના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેમાં મૃતકના પરિવારને તેની હત્યા કરાઇ હોવાની આશંકા થતાં મૃતદેહનું સૂરત ખાતે રી-પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જોકે તેના રિપોર્ટમાં પણ યુવાને ગળેફાંસો ખાધો હોવાનું જ બહાર આવ્યું હતું.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી શ્રી પ્લાઝા હોટલમાં સૂરતના બમરોલી ખાત ગોવાલક રોડ પર આવેલાં ઉમિયાનગર સોસાયટીમાં રહેતો અંકિત રામકરણ સિંઘ ગત 7મી સપ્ટેમ્બરે રોકાયો હતો. જે બાદ બે દિવસ પહેલાં તેનો મૃતદેહ હોટલના તેના રૂમમાં પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ તપાસ કરતાં રૂમમાં જમીન પર લોહીના ડાઘા હોવાનું જણાયું હતું. જેમાં અંકિત અકસ્માતે કોઇ વસ્તુ સાથે અથડાતાં તેના દાઢીના ભાગે ઇજાઓ થતાં લોહી નિકળ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું. ભરૂચ સિવિલમાં તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતાં તેનું મોત ગળેફાંસો ખાવાને લીધે જ થયું હોવાનું પુરવાર થયું હતું. પરંતુ અંકિતના પરિવારજનોએ તેની હત્યા થઇ ...અનુસંધાન પાના નં.2

હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેના પગલે પોલીસે તેનું સૂરત ખાતે રી-પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જોકે તેમાં પણ તેના મૃત્યુનું કારણ ગળેફાંસો ખાવાના કારણે જ હોવાનું જણાયું હતું. જેના પગલે બાદમાં પરિવારે તેના દેહનો કબજો મેળવી તેની અંતિમવિધી કરાવી હતી. જોકે મામલામાં અંકિતે કયાં કારણોસર આંત્યેતિક પગલું ભર્યું હતું તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ વિગતો સાંપડી શકી નથી. પોલીસે તેના મોબાઇલના સીડીઆઇ, તેમજ સગાસંબંધીઓ અને પરિચીતોની પુછપરછ કરી કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

Share
Next Story

કોંગ્રેસનું ભારત બંધ | ઠેર ઠેર ચકકાજામ, દુકાનો બંધ કરાવવામાં આવી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - ભરૂચની હોટલમાં આપઘાત કરનાર સુરતના યુવાનનું રિ-પોસ્ટમોર્ટમ
(News in Gujarati from Divya Bhaskar)