ભરૂચમાં ટ્રાન્સપોર્ટર, ખેડૂત, રીક્શા અને વેપારી એસો.નો બંધને ટેકો

News - દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે કોંગ્રેસનું ભારત બંધ

Divyabhaskar.com Sep 10, 2018, 02:05 AM IST
દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે સોમવારે કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનને ભરૂચમાં રીકશા, ખેડૂત, ટ્રાન્સપોર્ટ અને વેપારી સહિતના એસોસીએશને ટેકો જાહેર કર્યો છે.

વર્તમાન સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયાં છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધતા દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થતાં મોંઘવારી વધી છે. દેશની આઝાદી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યારે ચાલી રહયાં છે. ભાવવધારાના કારણે તમામ ક્ષેત્રના લોકોને આર્થિક ભારણ વધી ગયું છે. ભાવ વધારાના વિરોધમાં આજે સોમવારે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે.

ભરૂચમાં જયભારત રીકશા એસોસીએશન, ટ્રાન્સપોર્ટ એસોસીએશન, વેપારી એસોસીએશન તથા ખેડૂત સમાજે ભારત બંધના એલાનને ટેકો જાહેર કર્યો છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટી વટાવી ચુકયાં છે. મોંઘવારીએ માઝા મુકી હોવા છતાં કેન્દ્ર સરકાર હાથ પર હાથ નાંખીને બેઠી છે. લોકોનો આક્રોશ હવે સ્પષ્ટ દેખાઇ રહયો છે. સરકારને જગાડવા હવે લોકોએ રસ્તા પર ઉતરવું પડશે અને

...અનુસંધાન પાના નં.2

તેમ નહિ કરાઇ તો મોંઘવારીના કારણે જીવન જીવવાનું મુશ્કેલ બની જશે. આજે 1,000થી વધારે ટ્રકો બંધ રાખી ભાવવધારાનો વિરોધ કરાશે.

જય ભારત રીકશા એસોસીએશનના પ્રમુખ અબ્બાસ પેઇન્ટરે જણાવ્યું હતું કે, શહેરમાં 7 હજારથી વધારે રીકશાઓ છે. ભારત બંધના એલાન દરમિયાન સલામતી તથા ભાવવધારો અસહય હોવાથી બંધને ટેકો આપ્યો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાએ દરેક દેશવાસીની કમર તોડી નાંખી છે. લોકોની વેદનાને વાચા આપવા માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સમાજના દરેક વર્ગના તથા દરેક ક્ષેત્રના લોકો જોડાઇ તેવી અમારી અપીલ છે. શહેર પ્રમુખ બળવંતસિંહ પરમારે પણ દુકાનો બંધ રાખવા માટે વેપારીઓને અનુરોધ કર્યો છે.

Share
Next Story

રાજકોટને રાજી કરવા નર્મદાના પાણી, ભરૂચના કાંઠે નર્મદાના નિસાસા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - ભરૂચમાં ટ્રાન્સપોર્ટર, ખેડૂત, રીક્શા અને વેપારી એસો.નો બંધને ટેકો
(News in Gujarati from Divya Bhaskar)