Loading...

ભરૂચમાં પાંચબત્તી પોલીસ ચોકી પાસે દુકાનમાં તસ્કરોનો હાથફેરો

મેવાવાલા દુકાનના પાછળના ભાગની જાળી-શટર તોડ્યું રોકડ 40 હજાર અને 40 હજારના ડ્રાઇફ્રુટની ચોરી

Divya Bhaskar Sep 10, 2018, 02:05 AM
ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં પોલીસ ચોકી નજીક જ આવેલી મેવાવાલા દુકાનમાં તસ્કરોએ ત્રાટકી 40 હજાર રૂપિયા રોકડા તેમજ 40 હજારની મત્તાનો સુકોમેવો તેમજ ડ્રાઇફ્રૂટની ચોરી કરી ગયાં હતાં. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળત માહિતી અનુસાર, ભરૂચ શહેરના સોનેરી મહેલ ડુમવાડ વિસ્તારમાં રહેતાં અબ્દુલ સલામ અબ્દુલ કાદર મેવાડવાલા શેખની પાંચબત્તી સર્કલ નજીક મેવાવાલા એન્ડ સન્સ નામની દુકાન આવેલી છે. રાત્રીના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ તેમની દુકાનના પાછળના ભાગે આવેલી જાળી તેમજ શટર તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ઉપરાંત દુકાનમાંથી 40 હજાર રૂપિયા રોકડા તેમજ સૂકોમેવો તેમજ ડ્રાઇફ્રુટ મળી કુલ 40 હજારનો સામાન સહિત કુલ 80 હજાર ઉપરાંતના મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો. સવારે તેઓ નિત્યક્રમ મુજબ દુકાને આવતાં દુકાનમાંનો સામાન વેરવિખેર પડેલો હોવાનું જણાયું હતું. તપાસ કરતાં ચોરીની જાણ થતાં તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ સ્થળ પર દોડી આવી તસ્કરોના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી હતી. બનાવ સંદર્ભે અબ્દુસલામ અબ્દુલકાદર મેવાડવાલા શેખએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને કુલ 80 હજારની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચ શહેરના હાર્દસમા સેવાશ્રમ રોડ પર આવેલી મેવાવાલા એન્ડ સન્સની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. તસવીર-નિલેશ પાદરીયા

તસ્કરોએ ગેસ કટરથી તાળા કાપ્યાં

ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ પાસે પોલીસ ચોકીથી 100 મીટર દુર આવેલી મેવાવાલા દુકાનમાં તસ્કરી કરવા આવેલાં તસ્કરોએ દુકાનની જાળી તેમજ શટરના તાળા તોડવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો. તસ્કરોએ ત્રણેક જેટલાં તાળા ગેસ કટરથી તોડ્યાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - ભરૂચમાં પાંચબત્તી પોલીસ ચોકી પાસે દુકાનમાં તસ્કરોનો હાથફેરો
(News in Gujarati from Divya Bhaskar)