ભરૂચના મહંમદપુરા શાકમાર્કેટ પાસે 12 રખડતાં ઢોર ઝડપી પડાયાં

News - ગૌરક્ષકોએ પોલીસની મદદથી ઢોરોને પાંજરાપોર રવાના કર્યાં

Divyabhaskar.com Sep 10, 2018, 02:05 AM IST
ભરૂચ શહેરના મહંમદપુરા શાકમાર્કેટ પાસે કેટલાંક ખાતકીઓ દ્વારા કતલ કરવા માટેના આશયથી વાછરડાઓને ફરતાં મુક્યાં હોવાની આશંકાએ ગૌરક્ષકોએ ધામા નાંખ્યાં હતાં. પોલીસની મદદથી ગૌરક્ષકોએ રખડતાં 12 વાછરડાઓને નગરપાલિકાના ઢોરડબામાં ભરી પાંજરાપોળ રવાના કર્યાં હતાં.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચની કામધેનું ગૌરક્ષા સમિતીના ...અનુસંધાન પાના નં.2

અનિલ મહેતા તેમજ તેમના અન્ય કાર્યકરોને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના મહંમદપુરા શાકમાર્કેટ પાસે કેટલાંક ખાતકીઓ દ્વારા કતલ માટે લવાયેલાં વાછરડાઓને વિસ્તારમાં રખડતાં છોડવામાં આવ્યાં છે. અલગ અલગ ખાતકીઓએ તેમના પશુઓ પર ત્રિશુલ, ઓમ સહિતના અલગ અલગ નિશાન પાડ્યાં હોવાની તેમને ચોક્કસ બાતમી તેમને મળી હતી. જેના પગલે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ગૌરક્ષકોએ પોલીસની મદદથી નગરપાલિકાના ઢોરડબામાં 12 વાછરડાં ભરીને તેમને પાંજરાપોર છોડવામાં આવ્યાં હતાં.

12 વાછરડાઓને પકડી પાંજરાપોરમાં મુકવામાં આવ્યાં હતાં.

Share
Next Story

રાજકોટને રાજી કરવા નર્મદાના પાણી, ભરૂચના કાંઠે નર્મદાના નિસાસા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bharuch - ભરૂચના મહંમદપુરા શાકમાર્કેટ પાસે 12 રખડતાં ઢોર ઝડપી પડાયાં
(News in Gujarati from Divya Bhaskar)