મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 90ને પાર, મુંબઈ-દિલ્હીમાં આજે થયો 14 પૈસાનો વધારો

પેટ્રોલ-ડીઝલમાં સતત છઠ્ઠા દિવસે પણ ભાવમાં વધારો થયો

સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે પણ ભાવ વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 14 પૈસા વધીને 88.26 અને દિલ્હીમાં 80.87 થયો છે. બંને શહેરોમાં 14 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 15 પૈસા વધીને 77.47
Divyabhaskar.com Sep 11, 2018, 10:17 AM IST

નવી દિલ્હી: મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ મંગળવારે 33 પૈસા મોંઘુ થીને 90.33ની સપાટીએ પહોંચી ગયું છે. આ સમગ્ર દેશમાં સૌથી વધારે ભાવ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે સતત છઠ્ઠા દિવસે પણ ભાવ વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ 14 પૈસા વધીને 88.26 અને દિલ્હીમાં 80.87 થયો છે. બંને શહેરોમાં 14 પૈસાનો વધારો થયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 15 પૈસા વધીને 77.47 અને દિલ્હીમાં 14 પૈસા વધીને 72.97 થયો છે. 

 

મેટ્રો શહેરમાં પેટ્રોલમા ભાવ

શહેર સોમવારનો ભાવ (લિટર/રૂમાં)   મંગળવારનો ભાવ (લિટર/રૂમાં)   વધારો
દિલ્હી 80.73 80.87 14 પૈસા
મુંબઈ 88.12 88.26 14 પૈસા

 

મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ

શહેર સોમવારનો ભાવ (લિટર/રૂમાં)   મંગળવારનો ભાવ (લિટર/રૂમાં)   વધારો
દિલ્હી 72.83 72.97 14 પૈસા
મુંબઈ 77.32 77.47 15 પૈસા
 

 

અત્યારે કેન્દ્ર સરકાર એક લીટર પેટ્રોલ પર રૂ. 19.48 અને ડીઝલ પર રૂ. 15.33 એક્સાઈઝ ડ્યૂટી વસુલી રહ્યા છે. સરકારે સોમવારે ફરી એક વાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ના પાડી દીધી છે. 

 

Share
Next Story

જાણો કોંગ્રેસના એક દિવસના ભારત બંધના કારણે દેશને કેટલું થશે આર્થિક નુકસાન?

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: petrol price in delhi today 11sept2018 rs80 increased by 14 paisa
(News in Gujarati from Divya Bhaskar)