દિલ્હીમાં આજે પેટ્રોલ 48 પૈસા મોંઘુ થઈ રૂ. 79.99 પર, કોંગ્રેસ 10 સપ્ટે. સમગ્ર દેશમાં કરશે પ્રદર્શન

મુંબઈમાં પેટ્રોલ 87.39 રૂપિયા થયું, મેટ્રો શહેરમાં આ સૌથી વધુ ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી શુક્રવારે વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 48 પૈસા વધીને 79.99 રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઈમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. અહીં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ. 87.39 થઈ ગયો છે.
Divyabhaskar.com Sep 07, 2018, 09:46 AM IST

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી શુક્રવારે વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 48 પૈસા વધીને 79.99 રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઈમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. અહીં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ. 87.39 થઈ ગયો છે. આ અત્યાર સુધીની સૌથી વધારે કિંમત છે. પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયાના વિરોધમાં કોંગ્રેસ 10 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં વિરોધ કરશે.  

 

મેટ્રો શહેરમાં ગુરુવારે પેટ્રોલમાં 16થી 20 પૈસા અને ડીઝલના ભાવમાં 21થી 22 પૈસાનો વધારો થયો છે. તેલ કંપનીઓએ બુધવારની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નહતો. આ પહેલાં 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સતત 10 દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 

 

મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ

શહેર ગુરુવારનો ભાવ (રૂ/લીટર) શુક્રવારનો ભાવ (રૂ/લીટર) વધારો
દિલ્હી 79.51 79.99 48 પૈસા
મુંબઈ 86.91 87.39 48 પૈસા

 

મેટ્રો શહેરમાં ડીઝલનો ભાવ

શહેર ગુરુવારનો ભાવ (રૂ/લીટર) શુક્રવારનો ભાવ (રૂ/લીટર)  વધારો
દિલ્હી 71.55 72.07 52 પૈસા
મુંબઈ 75.96 76.51 55 પૈસા

 

Share
Next Story

આફત આવતાં જ કરોડપતિઓ ભાઈઓ વચ્ચે શરૂ થયો કંકાસ, એક સમયે વિશ્વભરમાં જમાવી હતી ધાક

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Petrol and Diesel prices in Delhi are Rs.79.99 per litre & Rs.72.07 per litre
(News in Gujarati from Divya Bhaskar)