Loading...

મોદી સરકાર લાવી રહી છે નવું બેન્ક એકાઉન્ટ, નાણાં અને સોનુ બંનેનો મળશે ફાયદો

તાજેતરમાં નીતિ આયોગે નાણા મંત્રાલયને ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ શરૂ કરવાની ભલામણ કરી છે. તેના પર ગંભીરતાથી વિચારણા થઇ રહી છે.

Divya Bhaskar Aug 25, 2018, 04:20 PM
જન-ધન એકાઉન્ટ પછી મોદી સરકાર હવે એક નવું એકાઉન્ટ લાવવા વિચારી રહી છે જેનું નામ હશે ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ

નવી દિલ્હીઃ જન-ધન એકાઉન્ટ પછી સરકાર હવે એક નવું એકાઉન્ટ લાવવાની તૈયારીમાં છે. આ એકાઉન્ટનું નામ હશે ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ. આ એકાઉન્ટ પણ સામાન્ય એકાઉન્ટની જેમ બેન્કોની શાખાઓમાંથી ખોલાવી શકાશે. કોઇ પણ વ્યક્તિ આ એકાઉન્ટ ખોલાવી શકશે. તાજેતરમાં નીતિ આયોગે નાણા મંત્રાલયને ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ શરૂ કરવાની ભલામણ કરી છે. તેના પર ગંભીરતાથી વિચારણા થઇ રહી છે.

રૂપિયા જમા કરો અને પાસબૂકમાં જમા થશે સોનુ

ગોલ્ડ સેવિંગ એકાઉન્ટની ખાસિયત એ હશે કે તમે બેન્કમાં જઇને રકમ જમા કરશો. પરંતુ તમારી પાસબૂકમાં આ રકમના બદલે સોનાની માત્રા જમા થશે. માનો કે તમે બેન્કમાં જઇને રૂ.15,000 જમા કરો છો અને તે વખતે સોનાની કિંમત રૂ.30,000 પ્રતિ 10 ગ્રામ ચાલી રહી હોય તો તમારા ખાતામાં 5 ગ્રામ સોનુ ચડશે. તમારે ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાની કિંમત જેટલી રકમ બેન્કમાં જમા કરવાની રહેશે.

આગળ વાંચો... ગોલ્ડ સેવિંગ એકાઉન્ટની અન્ય સુવિધાઓ...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: મોદી સરકાર લાવી રહી છે નવું બેન્ક એકાઉન્ટ, નાણાં અને સોનુ બંનેનો મળશે ફાયદો | Modi government plans to start new bank account to give double benefits
(News in Gujarati from Divya Bhaskar)