સંશોધન / ભારતીય પરિવારમાં ઘર સજાવટનો નિર્ણય કોણ કરે છે?

 

  • ઘરોનાં 36.3 ટકા માલિકો પોતાના બાળકોનો અભિપ્રાય ધ્યાનમાં    લે છે.
  • 54.3 ટકા મિલેનિયલ્સ માને છે કે નિર્ણય એ સામૂહિક પ્રક્રિયા છે.
Divyabhaskar.com Jan 24, 2019, 05:51 PM IST
બિઝનેસ ડેસ્ક. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઘરની સજાવટનો નિર્ણય ઘરની મહિલા એટલે કે ગૃહિણી કરતી હોય છે. પરંતુ ગોદરેજ ઇન્ટિરિયોનો દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. ઘરનાં ફર્નિચરની પસંદગી કરતી વખતે ભારતીય ઘરોનાં 36.3 ટકા માલિકો પોતાના બાળકોનો અભિપ્રાય ધ્યાનમાં લે છે એમ ગોદરેજ ઇન્ટિરિયો ઇન્ડેક્સનું લેટેસ્ટ સંશોધન કરવામાં આવ્યું હતું. 

દરેક સભ્યનો અભિપ્રાય મહત્વનો છે

  • 1.ભારતીય ઘરોમાં લોકશાહી અભિગમ છે, ઇન્ટિરિયો ઇન્ડેક્સની લેટેસ્ટ એડીશન સંકેત આપે છે કે ભારતીય ઘરો સાચા અર્થમાં લોકશાહીનો અખાડો બની ગયાં છે. જ્યાં દરેક સભ્ય-પુખ્તથી બાળકને નિર્ણય લેવા સામેલ કરવામાં આવે છે. 
  • 2.નિર્ણય લેવાની પ્રક્રિયામાં લોકશાહી અભિગમમાં મિલેનિયલ્સ(1981થી 1996ની વચ્ચે જન્મેલા લોકો) પ્રણેતા રહ્યાં છે. ડેટા પ્રમાણે 54.3 ટકા મિલેનિયલ્સ માને છે કે નિર્ણયએ સામૂહિક પ્રક્રિયા છે.
  • 3.સામૂહિક પ્રક્રિયામાં દરેક સભ્યનો અભિપ્રાય મહત્વનો છે. જ્યારે 35થી 45થી વયજૂથના 47.6 ટકા, 45થી 55ની વયજૂથના 39.1 ટકા અને 55થી વધુ વયના માત્ર 35.4 લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે. 
  • 4.ગોદરેજ ઇન્ટિરિયોના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિલ માથુરે જણાવ્યું કે, “અમારા ડેટા પ્રમાણે ભારતની યુવા પેઢી માને છે કે ફર્નિચરની ખરીદી અને ગોઠવણમાં બાળકો સહિતપરિવારના તમામ સભ્યોનો મત ધ્યાનમાં લેવો જોઇએ. પાંચમાંથી એક મિલેનિયલ પેરન્ટ (19.3 ટકા) તમામ ફર્નિચરમાં પોતાના બાળકોનો અભિપ્રાય ધ્યાનમા લે છે, જ્યારે 35થી વધુની વય જૂથમા આ પ્રમાણ માત્ર 17.4 ટકા જ છે. 5.4 ટકા મિલેનિયલ પેરન્ટ્સે તો ત્યાં સુધી કહ્યું કે બેડરૂમ અને લિવિંગ રૂમના ડેકોરની ખરીદી વખતે કયું ફર્નિચર ખરીદવું અને ક્યાં મૂકવું તેનો અંતિમ નિર્ણય તેમનાં બાળકો લે છે.”
Share
Next Story

રિલાયન્સનો નફો 17% વધી વિક્રમી 9516 કરોડ, આવક 55 ટકા વધી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Who decides home decoration in Indian family?
(News in Gujarati from Divya Bhaskar)