એર ઇન્ડિયા હરાજી કરી રહ્યું છે 2-3 BHK ફ્લેટ્સ, જાણો શું છે કિંમત

પ્રારંભિક કિંમત 29 લાખ રૂપિયા, 30 ઓક્ટોબર સુધી કરો એપ્લાય

Divyabhaskar.com Oct 02, 2018, 05:32 PM IST

યુટિલિટી ડેસ્કઃ એર ઇન્ડિયાએ પોતાની પ્રોપર્ટીને વેચવાની શરૂઆત કરી દીધી છે. સોમવારે એર ઇન્ડિયાએ પોતાના અનેક ફ્લેટ્સના વેચાણ માટે અરજીઓ મંગાવી છે. આ ફ્લેટ્સ દેશના અલગ-અલગ મોટા શહેરોમાં છે, જેમની બોલી 1 નવેમ્બરથી થશે. તમે 30 ઓક્ટોબર સુધી એપ્લાય કરી શકો છો. એટલું જ નહીં, જો તમે આ પ્રોપર્ટીનું ઇન્સ્પેક્શન કરવા માગો છો તો 3 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી કરી શકો છો. ચાલો જાણીએ આ પ્રોપર્ટીઝીની કિંમત શું છે...

 

આ ફ્લેટ્સની રિઝર્વ કિંમત 29 લાખ રૂપિયા
એર ઇન્ડિયા જે પ્રોપર્ટીઝની હરાજી કરી રહ્યું છે, તેમાં અનેક એવા ફ્લેટ્સ છે, જેની રિઝર્વ પ્રાઇસ 29.80 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેની અર્નેસ્ટ મની ડિપોઝિટ 1.20 લાખ રૂપિયા છે. 


તેની માહિતી આ પ્રમાણે છે
- બેંગાલુરુના પલેસન એચએએલ સ્થિત કાવેરી એપાર્ટમેન્ટમાં 2BHK(745 વર્ગ ફૂટ) ફ્લેટની હરાજી થશે.
- બેંગાલુરુના પલેસન એચએએલ સ્થિત ગિરધર એપાર્ટમેન્ટમાં 2BHK(745 વર્ગ ફૂટ) ફ્લેટ નંબર સીઅને ડીની હરાજી કરવામાં આવશે.
- આ ઉપરાંત મતસ્યા અને શ્રીરામ એપાર્ટમેન્ટમાં 745 વર્ગ ફૂટ સાઇઝના 2BHK ફ્લેટની હરાજી કરવામાં આવી રહી છે.

 

44 લાખના 3BHK
એર ઇન્ડિયા દ્વારા બેંગાલુરુના પાલેસન એચએએલ એરિયામાં 3BHK(1100 વર્ગ ફૂટ)ની પણ હરાજી કરવામાં આવી રહી છે. જેમાં કાર પાર્કિંગ પણ સામેલ છે. જેની રિઝર્વ પ્રાઇસ 44 લાખ રૂપિયા છે અને તમે 1.76 લાખ રૂપિયા જમા કરાવીને હરાજીમાં ભાગ લઇ શકો છો. આ ફ્લેટ્સ ગંગા એપાર્ટમેન્ટ, તુલસી એપાર્ટમેન્ટમાં સ્થિત છે. આ જ રીતે 1130 વર્ગ ફૂટના ફ્લેટ્સની રિઝર્વ પ્રાઇસ 45.20 લાખ રૂપિયા રાખ્યા છે. જ્યારે 1150 વર્ગ ફૂટના ફ્લેટ્સના રિઝર્વ પ્રાઇસ 46 લાખ રૂપિયા છે.

 

કોલકતામાં 67 લાખમાં ફ્લેટ્સ
એર ઇન્ડિયા કોલકતા સ્થિત પોતાના અનેક ફ્લેટ્સની હરાજી કરી રહ્યું છે. આ ફ્લેટ્સ 2BHK છે અને તેની સાઇઝ 1.03.65 વર્ગ મીટર છે. આ ફ્લેટ્સ કોલકતાના ગોલ્ફ ગ્રીન્સમાં બનેલા સાહિની એપાર્ટમેન્ટમાં છે. તેની રિઝર્વ પ્રાઇસ 66.90 લાખ રૂપિયા છે. જેની અર્નેસ્ટ મની 2.68 હજાર રૂપિયા છે. આ ફ્લેટ્સની સંખ્યા 11 છે. આ સોસાયટીમાં 3BHK ફ્લેટ, જની સાઇઝ 117.98 વર્ગ મીટર છે અને તેની રિઝર્વ પ્રાઇસ 76.14 લાખ રૂપિયા છે. તેની અર્નેસ્ટ મની 3.05 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 

Share
Next Story

ટેલિકોમ કંપનીઓ આધારનો ઉપયોગ બંધ કરે, 15 દિ'માં ડી-લિંકિંગ પ્લાન જણાવે- UIDAI

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: air india will starts auction of its property across india
(News in Gujarati from Divya Bhaskar)