રિલાયન્સનો નફો 17% વધી વિક્રમી 9516 કરોડ, આવક 55 ટકા વધી

5230 કરોડમાં ડેન નેટવર્કમાં 66%, હેથવેમાં 51% હિસ્સો ખરીદશે

મુકેશ અંબાણી, સીએમડી, રિલાયન્સ ઇન્ડ.
Divyabhaskar.com Oct 18, 2018, 09:59 AM IST

અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર-218ના અંતે પુરા થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળા સામે 17.4 ટકા વધી રૂ. 9516 કરોડ (રૂ. 8109 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 54.5 ટકા વધી રૂ. 156291 કરોડ (રૂ. 101169 કરોડ) થઇ છે. કંપનીનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન 9.5 ડોલર (12.0 ડોલર) પ્રતિ બેરલ થયું છે. કંપની ડેન નેટવર્કમાં રૂ. 2290 કરોડના રોકાણ સાથે 66 ટકા હિસ્સો જ્યારે હેથવે કેબલમાં રૂ. 2940 કરોડના રોકાણ સાથે 51.3 ટકા હિસ્સો ખરીદશે. રિફાઇનીંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં મજબૂતી જોવા મળી છે.

 

જિયોના ગ્રાહકોની સંખ્યા 25 કરોડની ઐતિહાસિક ટોચે

 

રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા 25 કરોડની વિક્રમી સપાટીએ આંબી ગઇ છે. કંપનીનો Q2 ચોખ્ખો નફો રૂ.681 કરોડ અને રૂ. 10 કરોડની આવક મેળવ્યા છે.

 

કંપનીનો EBITDA 3 ગણો વધ્યો


કંપનીએ વાર્ષિક ધોરણે કમાણીમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસે પણ મજબૂત કેશ ફ્લોનું સર્જન કર્યું છે. રિટેલ બિઝનેસનો EBITDA વાર્ષિક ધોરણે 3 ગણો વધ્યો છે. જ્યારે રિલાયન્સ જિયોના કિસ્સામાં તે 2.5 ગણો વધ્યો છે. - મુકેશ અંબાણી, સીએમડી, રિલાયન્સ ઇન્ડ.

 

વિગત સપ્ટે.-18 જૂન-18 સપ્ટે.-17
કુલ આવકો 156291 141699 101169
ચોખ્ખો નફો 9516 9456 8109
શેરદીઠ કમાણી(રૂ.) 16.01 16 13.7

 

 

માઇન્ડટ્રીનું શેરદીઠ રૂ. 3 ડિવિડન્ડ: માઇન્ડટ્રીનો ચોખ્ખો નફો 65.4 ટકા વધી રૂ. 206.3 કરોડ (રૂ. 124.7 કરોડ) થયો છે. કંપનીની આવકો 31.8 ટકા વધી રૂ. 1755.4 કરોડ (રૂ.1331.6 કરોડ) થઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 3 ડિવિડન્ડ જાહેર કર્યું છે. આગલાં ત્રિમાસિકની સરખામણીમાં પણ ચોખ્ખઓ નફો 30.4 ટકા અને આવકો 7.1 ટકા વધ્યા છે. ડોલર સ્વરૂપમાં ચોખ્ખો નફો 50.4 ટકા વધી 2.91 કરોડ ડોલર થયો છે.


એનઆઇઆઇટી ટેકનો નફો 66 ટકા વધ્યો: એનઆઇઆઇટી ટેકનોલોજીસનો ચોખ્ખો નફો 66 ટકા વધી રૂ. 111.8 કરોડ (રૂ. 67.2 કરોડ) થયો છે. કંપનીની આવકો 23.1 ટકા વધી રૂ. 907.4 કરોડ (રૂ. 737.2 કરોડ) થઇ છે.

Share
Next Story

એર ઇન્ડિયા હરાજી કરી રહ્યું છે 2-3 BHK ફ્લેટ્સ, જાણો શું છે કિંમત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Reliance, Profit of 17% increased by record 9516 million, revenue increased 55%
(News in Gujarati from Divya Bhaskar)