નોકરીની તક / આઈટી ઈન્ડસ્ટ્રીમાં કુશળ કર્મચારીઓની અછત, 50 ટકા વર્કફોર્સે કુશ‌‌ળતા વધારવી પડશે : નાસકોમ

  • ગતવર્ષે પાંચ લાખ પદ માટે ભરતી યોજાઇ, 1.40 લાખ પદ ખાલી
  • 2021 સુધી એઆઈ અને બિગ ડેટા એનાલિટિક્સમાં 7.80 લાખ ભરતીઓ યોજાશે 
  • આઈટી ઉદ્યોગ પ્રોફેશનલના રિ-સ્કિલિંગ અને હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ પર 10,000 કરોડનો ખર્ચ કરી રહ્યું છે
Divyabhaskar.com Feb 17, 2019, 03:13 PM IST
બિઝનેસ ડેસ્ક. આઈટી સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલિટિક્સ જેવી નવી ટેક્નોલોજીની માગ તેજીથી વધી રહી છે. પરંતુ કુશળ કર્મચારીઓની ઉણપથી 11.85 લાખ કરોડના ભારતીય આઈટી ઉદ્યોગ સામે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ભારતીય આઈઠી કંપનીઓના સંગઠન નાસકોમ અ્નુસાર, આશરે 50 ટકા આઈટી પ્રોફેશનલ્સે રિ-સ્કિલિંગની જરૂર છે. જે અનુસાર, કુશળ કર્મચારીઓની માગ અને પુરવઠો વચ્ચે ખાઈ વધતાં 2018માં ઈન્ડસ્ટ્રીના પર્ફોર્મન્સને અસર થઈ હતી. ગતવર્ષે 5 લાખ કુશળ પ્રોફેશનલ્સ માટે ખાલી જગ્યા માટે ભરતી યોજાઈ હતી. જેમાંથી ઈન્ડસ્ટ્રીને 3.60 લાખ કુશળ પ્રોફેશનલ મળ્યા હતા. 1.40 લાખ પદોની જગ્યા ખાલી રહી હતી.

કોમ્પ્યુટરમાં રૂચિ દાખવતા લોકોની જોબ પ્રોફાઈલ બદલાશે

Next Story

એક્શન / યસ બેન્કે ગોપનીય રિપોર્ટ સાર્વજનિક કર્યો, આરબીઆઈએ કાર્યવાહીની ચેતવણી આપી

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lack of skilled staff in the IT industry
(News in Gujarati from Divya Bhaskar)