પ્રોફિટ / હિન્દુસ્તાન કોપરનો નફો 83 ટકા વધ્યો, ભારત ફોર્જનો નફો 36 ટકા વધી 310 કરોડ થયો

 • હિન્દુસ્તાન કોપરે ત્રિમાસિક ગાળામાં રૂ. 51.35 કરોડ (રૂ. 28.13 કરોડ) નફો નોંધાવ્યો છે
 • અદાણી ટ્રાન્સમિશનનો ચોખ્ખો નફો 77.52 ટકા ઘટી રકૂ. 189.22 કરોડ (રૂ. 841.88 કરોડ) થયો છે
Divyabhaskar.com Feb 14, 2019, 02:51 PM IST
બિઝનેસ ડેસ્ક. હિન્દુસ્તાન કોપરે ડિસેમ્બર-18ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 83 ટકા વૃદ્ધિ સાથે રૂ. 51.35 કરોડ (રૂ. 28.13 કરોડ) નોંધાવ્યો છે. જ્યારે 9 માસ માટે ચોખ્ખો નફો 77 ટકા વૃદ્ધિ સાથે રૂ. 155.72 કરોડ (રૂ. 88.16 કરોડ) નોંધાવ્યો છે. ચોખ્ખી આવકો રૂ. 1288.96 કરોડથી વધી રૂ. 1361.48 કરોડ થઇ છે. EBITDA માર્જિન 17 ટકાથી વધી 28 ટકા થયું છે. કંપનીના સીએમડી સંતોષ શર્માએ જણાવ્યુ કે, એલએમઇ કોપર કિંમતમાં ભારે વોલેટિલિટી અને ઊંચા ઉત્પાદન ખર્ચ છતાં પ્રોત્સાહક કામગીરી નોંધાવી છે.

મનપસંદ બેવરેજીસનો નફો 18.4 ટકા ઘટ્યો

 • 1.ભારત ફોર્જનો ચોખ્ખો નફો 35.79 ટકા વધી રૂ. 309.83 કરોડ (રૂ. 228.17 કરોડ) થયો છે. કંપનીની કુલ આવકો વધી રૂ. 1740.37 કરોડ (રૂ. 1412.47 કરોડ) થઇ છે. 
 • અદાણી ટ્રાન્સમિશનનો નફો 78 ટકા તૂટ્યો
  2.અદાણી ટ્રાન્સમિશનનો ચોખ્ખો નફો 77.52 ટકા ઘટી રકૂ. 189.22 કરોડ (રૂ. 841.88 કરોડ) થયો છે. ગત વર્ષે કંપનીએ રૂ. 742 કરોડની વનટાઇમ ઇન્કમ નોંધાવી હતી તે બાદ કરતાં ગત વર્ષના તેટલાંજ સમયગાળામાં ચોખ્ખો નફો રૂ. 100 કરોડ થયો હતો. તેના કારણે ગત વર્ષે નફો ઊંચો રહ્યો હોવાનો કંપનીએ ખુલાસો કર્યો છે. કુલ આવકો વધી રૂ. 2921.07 કરોડ (રૂ. 1806.50 કરોડ) થઇ છે. 
 • બોશનો નફો વધ્યો
  3.કંપનીનો ચોખ્ખો નફો 19.34 ટકા વધી રૂ. 335.37 કરોડ (રૂ. 281.01 કરોડ) થયો છે. કુલ આવકો વધી રૂ. 3274.12 કરોડ (રૂ. 3174.18 કરોડ) થઇ છે.
 • કીલીચ ડ્રગ્સનો નફો વધ્યો
  4.કંપનીનો ચોખ્ખો નફો વધી રૂ. 3.45 કરોડ (રૂ. 1.79 કરોડ) થયો છે. કુલ આવકો રૂ. 19.65 કરોડ (13.10 કરોડ) થઇ છે. 
 • ગોદરેજ ઇન્ડ.નો નફો બમણો
  5.ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો બમણો વધી રૂ. 121.28 કરોડ (રૂ. 50.54 કરોડ) થયો છે. કુલ આવકો 19 ટકા વધી રૂ. 2576 કરોડ થઇ છે. 
 • મનપસંદ બેવરેજીસ
  6.ચોખ્ખો નફો 18.4 ટકા ઘટી રૂ. 9.8 કરોડ (રૂ. 12 કરોડ) અને આવકો 14.2 ટકા વધી રૂ. 163.5 કરોડ (રૂ. 143.13 કરોડ) થયા છે. જ્યારે નવ માસ માટે ચોખ્ખો નફો 3.9 ટકા ઘટી રૂ. 54.7 કરોડ (રૂ. 56.9 કરોડ) થયો છે. 
 • સયાજી ઇન્ડનો નફો વધ્યો
  7.કંપનીનો ચોખ્ખો નફો રૂ. 1.1 કરોડ (1.3 કરોડ) થયો છે. આવક રૂ. 154.8 કરોડ (રૂ. 142.9 કરોડ) નોંધાઇ છે. 
 • અન્ય કંપની પરીણામો એક નજરે
  8.
  વિગત   ચોખ્ખોનફો આવકો 
  કંપની   ડિસે.-18 ડિસે.-17  ડિસે.-18 ડિસે.-17 
  સીજી પાવર 150.18 -28.23 1730.99 1536.89
  રૂચી સોયા   6.29 -1956.59 3500.07 3049.94 

   

 • રિલાયન્સ કેપિટલનો નફો વધી રૂ. 213 કરોડ
  9.રિલાયન્સ કેપિટલનો ચોખ્ખો નફો 6 કરોડ સામે ઊછળી રૂ. 213 કરોડ નોંધાયો છે. કંપનીની કુલ આવોક રૂ. 5386 કરોડથી વધી રૂ. 5016 કરોડ થઇ છે. કંપનીની શેરદીઠ કમાણી રૂ. 8.5 થઇ છે. કંપનીની કુલ એસેટ્સ રૂ. 89400 કરોડ નોંધાઇ છે.
Share
Next Story

સંશોધન / ભારતીય પરિવારમાં ઘર સજાવટનો નિર્ણય કોણ કરે છે?

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hindustan Copper's profit increased 83%
(News in Gujarati from Divya Bhaskar)