ઓફર / ડિલર્સ પાસે ગાડીઓનો સ્ટોક વધ્યો, નવી બાઇક અને કારની ખરીદી પર મળશે ડિસ્કાઉન્ટ

  • ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રી ગત સપ્ટેમ્બરથી વેચાણોમાં ઘટાડા સાથે ખોટ ભોગવી રહી છે
  • અનેક ઓટો કંપનીઓ પ્રથમ વર્ષનો ઈન્સ્યોરન્સ ફ્રીથી માંડી રૂ. 70 હજાર સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે
Divyabhaskar.com Mar 07, 2019, 04:28 PM IST
બિઝનેસ ડેસ્ક. વેચાણમાં ઘટાડો નોંધાતા કંપનીઓ અને ડિલર્સ પાસે ગાડીઓનો સ્ટોક વધી ગયો છે. દેને ઘટાડવા આગામી દિવસોમાં ઓટો કંપનીઓ મોટાપાયે ડિસ્કાઉન્ટ આપી શકે છે. ઓટોમોબાઈલ ડીલર્સના એસોસિએશન ફેડાના અધિકારી અનુસાર, હાલમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ ડિસેમ્બર, 2018માં મળ્યુ હતું. 2017ના ડિસેમ્બર માસની તુલનાએ ડિસ્કાઉન્ટ 60થી 70 ટકા વધુ હતા. તેમ છતાં સ્ટોકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 

ગત સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણોમાં ઘટાડા સાથે ખોટ

  • 1.ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રી ગત સપ્ટેમ્બરથી વેચાણોમાં ઘટાડા સાથે ખોટ ભોગવી રહી છે. વધુ પડતો વ્યાજ, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ, અને લોકસભા ચૂંટણી પહેલા અનિશ્ચિતતાના માહોલમાં વેચાણ ઘટ્યા છે. દિલ્હીના એક ડિલરે જણાવ્યા મુજબ, 3 વર્ષનો વીમો એક સાથે કરાવવાના નિયમથી વેચાણો ઘટ્યા છે. તદુપરાંત કાર ખરીદતી વેળાએ ચૂકવણીની રકમમાં 30 હજાર સુધીનો વધારો થયો છે.
  • હાલ ઓટો કંપની 70 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે
    2.હાલ અનેક ઓટો કંપનીઓ પ્રથમ વર્ષનો ઈન્સ્યોરન્સ ફ્રીથી માંડી રૂ. 70 હજાર સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. તદુપરાંત આઠ લાખ સુધીની ઓટો લોન પર પહેલા-બે વર્ષ માટે શૂન્ય વ્યાજની ઓફર પણ આપી રહી છે. લોન્ચ થયા બાદ ગ્રાહકોને અપેક્ષા મુજબ આકર્ષવામાં નિષ્ફળ રહેલી નવી ગાડીઓ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. 
Share
Next Story

નોકરીની તક / આઈટી ઈન્ડસ્ટ્રીમાં કુશળ કર્મચારીઓની અછત, 50 ટકા વર્કફોર્સે કુશ‌‌ળતા વધારવી પડશે : નાસકોમ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Discounts on new bike and car purchase
(News in Gujarati from Divya Bhaskar)