કાર્યવાહી / 2017-18માં 6 હજારથી વધુ બેંક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી : જેટલી

  • જેટલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીયકૃત બેન્કોએ આ વર્ષના પ્રથમ છ મહિનામાં 21,388 કરોડનું નુકસાન થયુ
  • પ્રથમ છ મહિનામાં જાહેર ક્ષેત્રની બેંકોએ 60,713 કરોડની વસૂલાત કરી
Divyabhaskar.com Dec 29, 2018, 04:18 AM IST

નવી દિલ્હી : નાણાંપ્રધાન અરુણ જેટલીએ શુક્રવારે કહ્યું હતું કે ખરાબ લોનના કિસ્સામાં 2017-18 દરમિયાન 6 હજારથી વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સંસદમાં લેખિત જવાબમાં જેટલીએ કહ્યું હતું કે નબળાઈઓના કારણે આપવામાં આવેલી લોનના કિસ્સામાં જવાબદાર અધિકારિઓ સામે સસ્પેન્શન, ફરજિયાત નિવૃત્તિ જેવી કાર્યવાહી કરવામાં આવી છે.

ભૂલોના આધારે કાર્યવાહી કરવામાં આવીઃ જેટલી

  • 1.નાણામંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીયકૃત બેંકો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 2017-18 માં 6,049 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભૂલોની ગંભીરતાને આધારે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે.
  • 2.પંજાબ નેશનલ બેન્ક સહિત 19 રાષ્ટ્રીયકૃત બેંકોએ આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 21,388 કરોડનું નુકશાન થયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ નુકસાનની રકમ 6861 કરોડ હતી.
Share
Next Story

વિવાદ/ RBI બોર્ડની મહત્વની બેઠક શરૂ, સરકાર સાથેના મતભેદ પર પૂર્ણવિરામ મૂકાય તેવી શક્યતા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: In 2017-18, more than 6,000 bank officials were prosecuted: Jaitley
(News in Gujarati from Divya Bhaskar)