વિવાદઃ સરકાર ટી 20 રમે છે, રિઝર્વ બેંકને ટેસ્ટ મેચમાં વિશ્વાસ- RBIના ડેપ્યુટી ગવર્નર

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે અર્થવ્યવસ્થાને સુધારવા માટે રિઝર્વ બેંકને વધુ સ્વતંત્રતા આપવાની જરૂર છે.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે સરકારની દખલથી આરબીઆઈનું કામ પ્રભાવિત થાય છે.
આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે શુક્રવારે કેન્દ્રીય બેંકની આઝાદી અને ઓછો અધિકારીઓને લઈ સરકાર પર સવાલ ઉઠાવ્યા. આચાર્યે કહ્યું કે સરકાર ચૂંટણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને T-20 મેચોવાળા વિચાર સાથે નિર્ણય લે છે,
Divyabhaskar.com Oct 27, 2018, 02:32 PM IST

મુંબઈઃ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે શુક્રવારે કેન્દ્રીય બેંકની આઝાદી અને ઓછો અધિકારીઓને લઈ સરકાર પર સવાલ ઉઠાવ્યા. આચાર્યે કહ્યું કે સરકાર ચૂંટણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને T-20 મેચોવાળા વિચાર સાથે નિર્ણય લે છે, જ્યારે આરબીઆઈ ટેસ્ટ મેચ રમે છે. તેનો ઈરાદો પણ હંમેશા જીતવાનો રહે છે, પરંતુ ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

 

રિઝર્વ બેંકને વધુ સ્વતંત્રતા આપવાની જરૂર


- આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે અર્થવ્યવસ્થાને સુધારવા માટે રિઝર્વ બેંકને વધુ સ્વતંત્રતા આપવાની જરૂર છે. જો સરકાર કેન્દ્રીય બેંકની સ્વાયત્તતાનું સન્માન નથી કરતી, તેને આર્થિક મોરચે નુકસાન ઉઠાવવું પડે છે. આવું કરવું કોઈ પણ સરકાર માટે સેલ્ફ ગોલ જેવું સાબિત થાય છે.
- આચાર્યએ કહ્યું કે આરબીઆઈ નાની અવધિના ફાયદાઓને નજરઅંદાજ કરી કડક નિર્ણય લે છે જેથી લાંબી અવધિમાં સારા પરિણામ મળી શકે અને નાણાકિય સ્થિરતા કાયમ રહે.
- આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે કહ્યું કે સરકારની દખલથી આરબીઆઈનું કામ પ્રભાવિત થાય છે. તેઓએ કેન્દ્રીય બેંકને સાઇડલાઇન કરી અલગથી પેમેન્ટ રેગ્યુલેટર નિયુક્ત કરવાના સરકારના પ્રયોસો ઉપર પણ નિશાન સાધ્યું.

Next Story

ઈંધણના ભાવમાં સતત 10મા દિવસે રાહત, ઈન્ટર. માર્કેટની અસરથી પેટ્રોલમાં 40 પૈસાનો ઘટાડો

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: RBI deputy governor again slams governement and says centre play 20 20 and we play test
(News in Gujarati from Divya Bhaskar)