વિવાદ/ RBI બોર્ડની મહત્વની બેઠક શરૂ, સરકાર સાથેના મતભેદ પર પૂર્ણવિરામ મૂકાય તેવી શક્યતા

RBI અને સરકાર વચ્ચે મતભેદનો મામલો સામે આવ્યાં બાદ આજે પહેલી મીટિંગ છે.

RBIના ગવર્નર ઉર્જિત પટેલ
RBIની મહત્વની બેઠક આજે મળવાની છે. આ બેઠક મહત્વની એટલા માટે કેમકે RBI અને સરકાર વચ્ચે મતભેદનો મામલો સામે આવ્યાં બાદ આ પહેલી મીટિંગ છે. જેમાં વિવાદના 5 પ્રમુખ મુદ્દાઓ પર ચર્ચા કરીને સુલેહનો રસ્તો નીકળશે તેવી શક્યતા છે.
Divyabhaskar.com Nov 19, 2018, 03:02 PM IST

સરકાર અને RBI વચ્ચેનો વિવાદ સામે આવ્યાં બાદ આ પહેલી મીટિંગ MSMEને લોન આપવા માટે RBI ખાસ વ્યવસ્થા કરી શકે છે. PCAના નિયમોમાં ઢીલ દેવા અંગે પણ ચર્ચાની શક્યતા

 

નવી દિલ્હીઃ RBIની મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠક મહત્વની એટલા માટે કેમકે RBI અને સરકાર વચ્ચે મતભેદનો મામલો સામે આવ્યાં બાદ આ પહેલી મીટિંગ છે. જેમાં વિવાદના 5 પ્રમુખ મુદ્દાઓ પર ચર્ચા કરીને સુલેહનો રસ્તો નીકળશે તેવી શક્યતા છે.

 

આ બેઠક શરૂ થઈ તે પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, "મોદી પોતાની કઠપુતળીઓની મદદથી RBIને ખતમ કરવાના પ્રયાસ કરશે. તેમના હાથોમાં જે પણ સંસ્થા આવે છે તેને બરબાદ કરી દે છે. મને આશા છે કે ઉર્જિત પટેલ અને તેમની ટીમ મજબૂત છે જેઓ મોદીને તેમની જગ્યા દેખાડશે."

 

ગત સપ્તાહે સૂત્રોના હવાલાથી ખબર આપવામાં આવી હતી કે 9 નવેમ્બરે RBI ગવર્નર ઉર્જિત પટેલે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી મતભેદના સમાધાન માટે ચર્ચા કરી હતી. એજન્સીના રિપોર્ટમાં કહેવાયું છે કે RBI નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન આપવા માટે ખાસ વ્યવસ્થા કરી શકે છે.

 

પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનના નિયમોમાં ઢીલ ઈચ્છે છે સરકાર

 

RBI પાસેથી સરકારની 5 સંભવિત માંગ


1. નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓ માટે વધારાની રોકડની વ્યવસ્થા હોવી જોઈએ.
2. MSMEને લોન આપવાના નિયમો સહેલા બનાવવામાં આવે કેમકે તે અર્થવ્યવસ્થા માટે ઘણું જ મહત્વનું સેક્ટર છે.
3. PCAના નિયમ સહેલા કરવામાં આવે કે જેથી તેમાં સામેલ 11 સરકારી બેંકોને રાહત મળી શકે.
4. મીડિયા રિપોર્ટ મુજબ સરકાર RBIના સરપ્લસમાં 3.6 લાખ કરોડ રૂપિયા ઈચ્છે છે. જો કે આર્થિક બાબતોના સચિવે આ વાતનો ઈન્કાર કર્યો હતો.
5. સૂત્રોના જણાવ્યા મુજબ RBIના નિર્ણયોમાં સરકાર વધુ ભાગીદારી ઈચ્છે છે. તેમનું માનવું છે કે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમને અલગ રાખવામાં આવે છે.

 

શું છે PCA?


- RBIને જ્યારે લાગે છે કે કોઈ બેંકની પાસે જોખમનો સામનો કરવા માટે પર્યાપ્ત પૂંજી નથી. આવક અને નફો નથી થઈ રહ્યો કે NPA વધી રહ્યું છે તો તે બેંકને PCAમાં નાંખવામાં આવે છે. PCAમાં સામેલ બેંક નવી લોન નથી આપી શકતા અને નવી બ્રાંચ નથી ખોલી શકતા. RBIએ 11 સરકારી બેંકોને PCAમાં નાંખી રાખ્યાં છે.
- સૂત્રો મુજબ PCA ફ્રેમવર્ક પર સહમતિ  બોર્ડની આ બેઠકમાં નહીં બને તો આગામી કેટલાંક અઠવાડીયામાં બની જશે. નાણા મંત્રાલય સતત તે માટે RBI પર દબાણ બનાવી રહ્યું છે. જો પ્રોમ્પટ કરેક્ટિવ એકશન (PCA) નિયમોમાં ઢીલ આપવામાં આવશે તો કેટલીક બેંક આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેમના વર્તુળમાંથી બહાર આવી જશે.

 

RBI ઈચ્છે છે વધુ સ્વાયત્તા


- રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે સરકારને કેન્દ્રીય બેંકની સ્વાયત્તા વધારવી જોઈએ. જો સરકાર આ વાતનું ધ્યાન નહીં રાખે તો તેને નુકસાન ઉઠાવવું પડી શકે છે.
- વિરલ આચાર્યએ કહ્યું હતું કે બેંકોની બેલેન્સ શીટ વધુ ન બગડે તે માટે PCAના નિયમો કડક કરવામાં આવે.
- જે બાદ નાણા મંત્રાલયે કહ્યું હતું કે સરકાર પણ RBIની સ્વાયત્તાનું સન્માન કરે છે પરંતુ તેઓએ જનહિતના મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ.

 

RBIના ગવર્નર રાજીનામું આપે તેવી શક્યતા નહીંવત


- આ મહિનાની શરૂઆતમાં મીડિયા રિપોર્ટસમાં એવું કહેવાયું હતું કે સરકારે દબાણ બનાવ્યું તો ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે. RSSની ઈકોનોમિક વિંગના પ્રમુખ અશ્વિની મહારાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઉર્જિત પટેલ સરકારની સાથે સંતુલન નહીં રાખે તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ. જો કે ગત દિવસોમાં RBI અને સરકાર વચ્ચેના વિવાદના સમધાનના પ્રયાસો તેજ થયા. જે બાદ તે વાતની શક્યતા નથી કે ઉર્જિત પટેલ રાજીનામું આપશે.

Share
Next Story

PM મોદીએ શરૂ કરેલી PMAY યોજનામાંથી લેવી છે સબસિડી, આ રીતે કરી શકો છો અરજી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: RBI crucial board meeting to sort out differences with government
(News in Gujarati from Divya Bhaskar)