એવિએશન / જેટ એરવેઝના 1000 પાયલટ્સ 1 એપ્રિલથી ઉડાન નહીં ભરે, સેલેરી ન મળતા નારાજગી

  • શુક્રવારે સાંજે નિર્ણય લેવાયો, ત્યાં સુધી જેટને બેંકમાંથી ફંડ નહીં મળે.

  • રિઝોલ્યૂશન પ્લાન અંતર્ગત એરલાયન્સને 1500 કરોડ રૂપિયા મળશે

  • પાયલટ્સે કહ્યું- સેલેરીને લઈને મેનેજમેન્ટ તરફથી કોઈ જ અપડેટ નથી

Divyabhaskar.com Mar 30, 2019, 09:27 AM IST
મુંબઈઃ જેટ એરવેઝના 1000થી વધુ પાયલટ્સ 1 એપ્રિલથી ઉડાન નહીં ભરે. સેલેરી નહીં મળવાને કરાણે તેઓએ આ નિર્ણય કર્યો છે. રિઝોલ્યૂશન પ્લાન અંતર્ગત એરલાયન્સને બેંકમાંથી હજુ સુધી પૈસા નથી મળ્યાં. જેટના પાયલટ્સની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડે (એનએજી) શુક્રવારે આ જાણકારી આપી. જેટના કુલ 1600 પાટલટ્સ છે. જેમાંથી 1100 એનએજી સાથે જોડાયેલાં છે. 

29 માર્ચ સુધીમાં ફંડ મળવાની આશા હતીઃ એનએજી

  • 1.NAGએ ગત સપ્તાહે કહ્યું હતું કે 31 માર્ચ સુધી પાયલટ્સને બાકી વેતન નહીં મળે અને એરલાયન્સનો રિવાઈવલ પ્લાનની સ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો 1લી એપ્રિલથી વિમાન નહીં ઉડે. 
  • 2.એનએજીના પ્રેસિડન્ટ કરણ ચોપડાએ શુક્રવાર સાજે કહ્યું કે રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત 29 માર્ચ સુધી જેટને એસબીઆઈથી ફંડ મળવાની આશા હતી, પરંતુ એવું ન થયું. મેનેજમેન્ટ તરફથી સેલેરીની ચુકવણીને લઈને કોઈ અપડેટ નથી મળ્યું. તેથી મુંબઈ અને દિલ્હીના પાયલટ્સને આ નિર્ણય લેવો પડ્યો. 
  • 3.આ પહેલાં ન્યૂઝ એજન્સીના સૂત્રોના અહેવાલથી જણાવાયું હતું કે લગભગ 200 પાયલટ્સે જેટ એરવેઝના સીઈઓ વિનય દુબેને પત્ર લખીને કામ પર નહીં આવવાની ધમકી આપી છે. સેલેરી ન મળવાને કારણે પાયલટ્સે કાયદાકીય કાર્યવાહીના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યાં છે. 
  • 4.જેટના પાયલટ્સ અને એન્જિનિયર્સને ત્રણ મહિનાથી સેલેરી નથી મળી. ગત સપ્તાહે એન્જિનિયર્સે પણ કહ્યું હતું કે આર્થિક પરિસ્થિતિને કારણે તેમની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે. તેથી જેટના વિમાનોની સુરક્ષાને લઈને પણ ખતરો છે. 
  • 5.25 માર્ચે નરેશ ગોયલ અને તેમની પત્નીના એરલાયન્સ બોર્ડમાંથી રાજીનામું આપ્યાં બાદ બેંક જેટને 1500 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે. એસબીઆઈના નેતૃત્વવાળા બેંકના કંસોર્શિયસયમની સાથે દેવા રિસ્ટ્રક્ચરિંગ યોજના અંતર્ગત આ સહમતિ બની હતી. 
Share
Next Story

CPSE ETF / ફરધર ફંડ ઓફર પરનો દ્રષ્ટિકોણ (FFO)

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Over 1000 Jet Airways pilots to go ahead with no flying call effective 1 April
(News in Gujarati from Divya Bhaskar)