Loading...

iPhoneથી એપલની કમાણી 29% વધી; રૂપિયો નબળો પડતાં ભારતીય બિઝનેસ પર દબાણ- કુક

એપલના આઈફોનનું વેચાણ જુલાઈ-સપ્ટેમ્બરમાં વધુ થઈ ન હતું તેમ છતાં નફો વાર્ષિક આધારે 32% વધીને 14.13 અબજ ડોલર રહ્યો.

એપલની આગામી ત્રિમાસિક માટે રેવન્યૂ ગાઈડન્સ 89થી 93 અબજ ડોલર દેવાયું છે.
Divyabhaskar.com Nov 02, 2018, 12:20 PM IST

સાન ફ્રાન્સિસકોઃ એપલે ગુરૂવારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યાં. વાર્ષિક આધારે નફો 32% અને આઈફોનથી કમાણી 29% વધી છે. એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે રૂપિયાની નબળાઈને કારણએ ભારતમાં કંપની દબાણ અનુભવી રહી છે. અહીંની કરન્સીમાં ઘટાડો એપલના ભારતીય બિઝનેસ માટે પડકારરૂપ છે. જો કે કુકે લોન્ગ ટર્મમાં સારા ગ્રોથની આશા દર્શાવી છે. તેમનું કહેવું છે કે ભવિષ્યમાં ભારત મોટી વસ્તી મિડલ કલાસ હશે. ભારત સરકાર આર્થિક સુધારા માટે મોટાં પગલાંઓ ઉઠાવી રહી છે.

 

એપલનો નફો 32% વધ્યો


- એપલના આઈફોનનું વેચાણ જુલાઈ-સપ્ટેમ્બરમાં વધુ થઈ ન હતું તેમ છતાં નફો વાર્ષિક આધારે 32% વધીને 14.13 અબજ ડોલર રહ્યો. આઈફોનથી કમાણીમાં 29%નો વધારો થયો. જેના કારણે આઈફોનની સરેરાશ કિંમતમાં 29% વધારો નોંધાયો છે. જે 618 ડોલરથી વધીને 793 ડોલર થઈ ગઈ છે.
- આઈફોનની સરેરાશ કિંમત એટલા માટે વધી કારણે એપલે મોંઘા પ્રોડક્ટ લોન્ચ કર્યાં. ગત વર્ષે 999 ડોલર કિંમત વાળો આઈફોન એક્સ બજારમાં ઉતાર્યો. આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલો આઈફોન એક્સએસ મેક્સની કિંમત 1099 ડોલર રાખવામાં આવી.
- સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ 4.68 કરોડ આઈફોન વેચ્યાં. ગત વર્ષે આ ત્રિમાસિક ગાળામાં આ આંકડો  4.67 કરોડ હતો. એપલનો નફો 32% વધીને 14.13 અબજ ડોલર રહ્યો.
- આઈફોનના વેચાણને છોડીને બાકી આંકડા વિશ્લેષકોના અનુમાનથી વધુ રહ્યાં. જુલાઈ-સપ્ટેમ્બરમાં પ્રતિ શેર આવક 2.91 ડોલર રહી. એનાલિસ્ટને 2.78 ડોલરની આશા હતી. રેવન્યૂ 20% વધીને 62.9 અબજ ડોલર રહી. વિશ્લેષકોએ 61.57 અબજ ડોલરનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

 

આઈપેડના વેચાણમાં 97 લાખ યુનિટ


- એપલે જુલાઈ-સપ્ટેમ્બરમાં 97 લાખ આઈપેડ વેચ્યાં. તેના વેચાણથી 4.09 અબજ ડોલર રેવન્યૂ મળ્યું. આ દરમિયાન મેકના વેચાણ 53 લાખ યુનિટ રહ્યું, જેનાથી 4.1 અબજ ડોલર આવક થઈ.

 

પરિણામ બાદ શેરમાં 7%નો ઘટાડો


- ત્રિમાસિક પરિણામ જાહેર થયાં બાદ એપના શેર્સમાં તેજ ઘટાડો આવ્યો હતો. થોડાં સમય માટે કંપનીનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરથી નીચે આવી ગયું. જો કે બાદમાં રિકવર થઈ ગયું હતું. એપલની આગામી ત્રિમાસિક માટે રેવન્યૂ ગાઈડન્સ 89થી 93 અબજ ડોલર દેવાયું છે.

 

પ્રોડક્ટ વેચાણના આંકડા જાહેર કરવાનું બંધ કરશે એપલ


- વિશ્લેષક 93.02 અબજ ડોલરની આશા કરી રહ્યાં હતા. નબળાં રેવન્યૂ ગાઈડન્સ અને પરિણામોની જાહેરાતની રીતમાં બદલાવના કારણે એપલના શેરમાં ઘટાડો નોંધાયો. કંપની આગામી ત્રિમાસિક માટે આઈફોન, આઈપેડ અને મેકના વેચાણના આંકડા જાહેર નહીં કરે.

 

નાણાંકીય વર્ષ 2018માં એપલ ઈન્ડિયાની રેવન્યૂ 12% વધી


- એપલ ઈન્ડિયાએ બુધવારે નાણાંકીય વર્ષ 2018ના પરિણામો જાહેર કર્યાં હતા. ભારતમાં કંપનીએ 13,098 કરોડ રૂપિયાની રેવ્ન્યૂ જનરેટ કરી. આ નાણાંકીય વર્ષ 2017ની તુલનાએ લગભગ 1400 કરોડ રૂપિયા વધુ છે. એપલ ઈન્ડિયાના રેવન્યૂમાં 12%ની ગ્રોથ થઈ છે.

 

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

Share
Next Story

વિવાદઃ સરકાર ટી 20 રમે છે, રિઝર્વ બેંકને ટેસ્ટ મેચમાં વિશ્વાસ- RBIના ડેપ્યુટી ગવર્નર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Apple announced financial results for its fourth quarter
(News in Gujarati from Divya Bhaskar)