નવી દિલ્હીઃ એપ્રિલ-જૂનમાં GDP ગ્રોથ 8.2% રહ્યો છે. જે 9 ક્વાર્ટર એટલે કે 27 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલાં જાન્યુઆરી-માર્ચ 2016માં આ 9.2% હતો. ગત કવાર્ટરમાં GDP ગ્રોથ 7.7% રહ્યો હતો. વિકાસ દરમાં સતત ચોથા ક્વાર્ટરમાં વધારો નોંધાયો છે. ભારતનો ગ્રોથ દુનિયામાં સૌથી તેજ બન્યો છે. એપ્રિલ-જૂનમાં ચીનનો વિકાસ દર 6.7% રહ્યો.
વિકાસ દરમાં સતત ચોથા ક્વાર્ટરમાં વધારો
કવાર્ટર | GDP ગ્રોથ |
એપ્રિલ-જૂન, 2018 | 8.2% |
જાન્યુઆરી-માર્ચ, 2018 | 7.7% |
ઓક્ટોબર-ડિસેમ્બર, 2017 | 7% |
જુલાઈ-સપ્ટેમ્બર, 2017 | 6.3% |
એપ્રિલ-જનૂ, 2017 | 5.6% |
ગ્રોથમાં તેજીનું કારણ
એપ્રિલ-જૂનમાં મેન્યુફેકચરિંગ અને કન્સ્ટ્રકશન સેકટરનો ગ્રોથથી ઘણો જ ફાયદો મળ્યો. મેન્યુફેકચરિંગમાં વિકાસ દર 13.5% અને કન્સ્ટ્રકશનમાં 8.7% રહ્યો. માઈનિંગ સેકટરમાં 0.1% અને એગ્રીકલ્ચરમાં 5.3% ગ્રોથ નોંધાયો. ફાયનાન્સિયલ સર્વિસ સેકટર 6.5%ના રેટે વધ્યો.
ચીન અમેરિકાથી તેજ ભારતનો ગ્રોથ
ક્વાર્ટર | ચીન | અમેરિકા |
એપ્રિલ-જૂન | 6.7% | 4.2% |
જાન્યુઆરી-માર્ચ | 6.8% | 2.2% |