Loading...

PNB કૌભાંડઃ નીરવ મોદીની બહેન વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ, 25 સપ્ટે. કોર્ટમાં હાજર રહેશે?

મુંબઈની વિશેષ કોર્ટે નીરવ મોદીની બહેન પૂર્વી- ભાઈ નિશલને કોર્ટ સમક્ષ 25 સપ્ટે. સુધીમાં હાજર થવા માટેનું કહ્યું હતું.

Divya Bhaskar Sep 10, 2018, 05:49 PM
ઈન્ટરપોલે 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મામલે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની બહેન પૂર્વ દીપક મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી

નવી દિલ્હીઃ ઈન્ટરપોલે 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંકના કૌભાંડ મામલે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી દીપક મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ED મુજબ ઈન્ટરપોલે અમારા આગ્રહ પર ધનશોધન મામલે પૂર્વી મોદી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

ઓગસ્ટમાં મુંબઈની વિશેષ અદાલતે નીરવ મોદીની બહેન પૂર્વી અને ભાઈ નિશલને કોર્ટ સમક્ષ 25 સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા માટેનું સમન જાહેર કર્યું હતું. બંને બેલ્જિયમના નાગરિક છે.

કોર્ટમાં હાજર નહીં થાય સંપત્તિ થશે જપ્ત


- કોર્ટે કહ્યું હતું કે જો બંને અદાલત સમક્ષ હાજર નહીં રહે તો નવા ભાગેડુ ગુના અધિનિયમ અંતર્ગત તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે.
- ઈન્ટરપોલે ગત સપ્તાહે નીરવ મોદી અને તેમના નજીકના સહયોગી મિહિર ભંસાલી વિરૂદ્ધ આ મામલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
- નીરવ મોદીની ફાઈવસ્ટાર ઈન્ટરનેશનલ કંપનીના કાર્યકારી ભંસાલી પીએનબી કૌભાંડની તપાસ શરૂ થયા બાદથી ફરાર છે.
- EDએ નીરવ મોદી અને તેના મામા ગીતાંજલ ગ્રુપના મેહુલ ચોકસી દ્વારા કૌભાંડની અન્ય વિગત મેળવવા માટે ભંસાલી તેમજ પૂર્વીની પૂછપરછ કરવા માગે છે.

ભંસાલી વિરૂદ્ધ નોટિસ જાહેર થઈ હતી


- થોડાં દિવસ પહેલાં ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે ભાગેડુ મિહિર ભંસાલી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
- ભંસાલી મુંબઈનો રહેવાસી છે.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Interpol has issued a red corner notice against Purvi Modi
(News in Gujarati from Divya Bhaskar)