સેકન્ડ હેન્ડ કારનું સસ્તું માર્કેટઃ જે કારની શોરૂમ પ્રાઇસ હોય છે 5 લાખથી વધુ, તે અહીં મળશે માત્ર 60 હજારમાં

અહીં આવેલું છે ઓછી કિંમતમાં સારી કન્ડિશનવાળી કારનું આ માર્કેટ

Divyabhaskar.com Sep 06, 2018, 03:23 PM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં મુંબઇ, અમદાવાદ, કોલકતા સહિતને અનેક શહેરોમાં સેકન્ડ હેન્ડ કાર માર્કેટ છે. આવું જ એક માર્કેટ દિલ્હીમાં પણ છે. કરોલ બાગ સ્થિત આ માર્કેટમાં માત્ર 60 હજાર રૂપિયામાં સારી કન્ડિશનવાળી કાર ખરીદી શકાય છે. જ્યાં  સેકન્ડ હેન્ડ મારુતિ વેગનઆરને માત્ર 60 હજારમાં ખરીદી શકો છો. શોરૂમમાં વેગનઆરના ટોપ મોડલની ઓનરોડ પ્રાઇસ 5.45 લાખ રૂપિયા છે.

 

અહીં આવેલું છે આ માર્કેટ
આ માર્કેટ કરોલ બાગ સ્થિત જલ બોર્ડ પાસે છે. અહીં મારુતિથી લઇને મહિન્દ્રા, ફોર્ડ, હ્યુન્ડાઇ, ફોક્સવેગન સહિત અનેક બ્રાન્ડની કાર મળી રહે છે. દેખાવે આ કારની કન્ડિશન સારી હોય છે. એટલે કે કોઇપણ પ્રકારનું ડેંટ હોતું નથી અને તે ચમકતી જોવા મળે છે. કારનું મોડલ જેટલું જૂનું હશે તેટલી તેની કિંમત ઓછી હશે. 

 

ફાઈનાન્સની પણ મળે છે સુવિધા
સેકન્ડ હેન્ડ કારના આ માર્કેટમાં અમે SSS Ji Car Bike & Properties ડીલર સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે અહીં સેકન્ડ હેન્ડ કારની કિંમત 60 હજારથી શરૂ થાય છે. આ એમાઉન્ટને ફાઈનાન્સ પણ કરી શકાય છે. કારની સાથે તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. એટલે કે આ કાર કોઇપણ પ્રકારના ફ્રોડમાં સામેલ હોવાની શક્યતા રહેતી નથી. આમ તો કારની કિંમતને લઇને તમે બાર્ગેનિંગ પણ કરી શકો છો. 

 

આ વાતને ધ્યાનમાં રાખો
જો તમે આ માર્કેટમાં કાર ખરીદવા જઇ રહ્યાં છો તો એ વાતનું ધ્યાન રાખો કે તમને કારના તમામ પાર્ટનું નોલેજ હોય. ખાસ કરીને કારનું એન્જિન ખરાબ હોઇ શકે છે. સાથે જ કોઇ પાર્ટ નકલી પણ હોઇ શકે છે. તેવામાં મહત્વનું છે કે તમે કોઇ કાર એક્સપર્ટ અથવા મેકેનિકને સાથે લઇ જાઓ. 

 

સેકન્ડ હેન્ડ કારની કિંમતો
મારુતિ વેગનઆરઃ 60 હજાર રૂપિયા
ટાટા નેનોઃ 60 હજાર રૂપિયા
હ્યુન્ડાઇ સેન્ટ્રોઃ 60 હજાર રૂપિયા
મારુતિ અલ્ટોઃ 1 લાખ રૂપિયા
શેવરોલે બીટઃ 1.9 લાખ રૂપિયા

 

નોંધઃ અહીં જણાવવામાં આવેલી કારની કિંમત આ માર્કેટમાં ઓછી કે વધુ હોઈ શકે છે. એટલું જ નહીં, જે કિંમત જણાવવામાં આવી રહી છે, તેમાં તમે બાર્ગેનિંગ કરીને તેનાથી ઓછી કિંમતમાં પણ કાર ખરીદી શકો છો. 

Share
Next Story

આ રીતે 3.50 લાખ રૂપિયા સસ્તી ખરીદી શકો છો શાર્ક જેવી દેખાતી કાર; કિંમત 9.99 લાખ, કંપની આપી રહી છે ખાસ ઓફર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: you can buy second hand cars in cheapest price from this used market
(News in Gujarati from Divya Bhaskar)