દિવાળી સુધીમાં ઇચ્છો છો નવી કાર તો અત્યારે જ કરાવો બુકિંગ, જાણો Brezzaથી લઇને Swift સુધીનો વેઇટિંગ પીરિયડ

જાણો મારુતિ સુઝુકીની કઇ કાર પર કેટલો છે વેઇટિંગ પીરિયડ

Divyabhaskar.com Sep 12, 2018, 11:31 AM IST

ઓટો ડેસ્કઃ દેશભરમાં ફેસ્ટિવ સિઝન શરૂ થઇ રહી છે, સામાન્ય રીતે દિવાળીની આસપાસ લોકો નવી કારની ડિલિવરી ઇચ્છતા હોય છે, પરંતુ હાઇ ડિમાન્ડવાળી કાર માટે લોકોને હંમેશા રાહ જોવી પડે છે, તેવામાં જો તમે મારુતિ સુઝુકીની કાર્સ જેમકે, વિટારા બ્રેઝા, સ્વિફ્ટ, ડીઝાયર દિવાળી સુધીમાં તમારી પાસે હોય તો એ માટે તમારે અત્યારથી જ બુકિંગ કરાવવું પડશે.
 
અમુક કાર્સનો વેઇટિંગ પીરિયડ એટલો લાંબો છે કે જો તમે અત્યારે કાર બુક કરાવશો તો જ તમને દિવળી સુધીમાં તેની ડિલિવરી મળશે. જોકે વેઇટિંગ પીરિયડ કારના વેરિએન્ટ, કલર અને શહેર પર નિર્ભર કરે છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે મારુતિના કયા મોડલ પર વેઇટિંગ પીરિયડ કેટલું છે.


Vitara Brezza    
હાલના સમયમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝા પર સૌથી વધારે વેઇટિંગ પીરિયડ છે. કારના કલર અને શહેરના આધારે વિટારા બ્રેઝાનું વેઇટિંગ પીરિયડ અંદાજે 2થી 3 મહિનાનું છે. મારુતિ સુઝુકીએ ઓગસ્ટ 2018માં વિટારા બ્રેઝાના 13,271 યુનિટ્સ વેચ્યા છે, જોકે કેરળમાં આવેલા પૂરના કારણે કારના સેલિંગમાં ઘટાડો આવ્યો છે. નોંધનીય છેકે આ સેલ્સ આંકડાની સાથે જ વિટારા બ્રેઝા દેશની સૌથી વધુ વેચાતી એસયુવી પણ છે.

Share
Next Story

મારુતિ CelerioX સામે ટાટાએ લોન્ચ કરી નવી Tiago NRG, આપશે 27 kmplની એવરેજ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: want to car in diwali book now know the waiting period of maruti cars
(News in Gujarati from Divya Bhaskar)