ન્યૂ એસયુવી / ફોક્સવેગન ટીગુઆ ઓલસ્પેસ લોન્ચ થશે, કારનું ઉત્પાદન ભારતમાં જ થશે

  • આગામી સમયમાં કંપની તેની બે SUVને ભારતમાં લોન્ચ કરવાની છે
  • ફોક્સવેગન તેની એસયુવી કારને કોમ્પેક્ટ ડિઝાઈન સાથે લાવશે
  • ફોક્સવેગન ટીગુઆને 2016માં ગ્લોબલી લોન્ચ કરવામાં આવી હતી
Divyabhaskar.com Apr 22, 2019, 11:46 AM IST
ઓટો ડેસ્ક.ફોક્સ વેગન હવે ટૂંક સમયમાં જ તેની બિલ્કુલ નવી ટીગુઆ ઓલસ્પેસ ભારતમાં લોન્ચ કરવાની છે. કંપની ભારતમાં તેની બે નવી એસયુવીને માર્કેટમાં લાવશે. જેમાં ફોક્સવેગન ટી-રૉક પણ સામેલ હશે. આ જોતાં એક તબક્કે એવુ લાગી રહ્યુ છે કે, કંપની હવે ભારતીય માર્કેટમાં SUV સેગમેન્ટ ઉપર વધુ ધ્યાન આપી રહી છે. કંપનીએ ભારતીય માર્કેટમાં પરિસ્થિતિ જોઈને તક સાચવી લેવા અને પોતાની સ્થિતિને મજબૂત બનાવવા માટે આ પગલા લીધા છે. ફોક્સવેગન તેની એસયુવી કારને કોમ્પેક્ટ ડિઝાઈન સાથે લાવશે. આ કારનું ઉત્પાદન પણ ભારતમાં જ કરવામાં આવશે.

કારને 4-મેશન ટેકનિકથી સજ્જ કરાશે

  • 1.સેકન્ડ જનરેશન ફોક્સવેગન ટીગુઆને 2016માં ગ્લોબલી લોન્ચ કરવામાં આવી હતી. આ એસયુવી લાંબા વ્હીલબેઝ સાથે આવશે. અન્ય દેશોમાં આ એસયુવીના ઘણા મોડલ ઉપલબ્ધ છે. આગામી સમયમાં ભારતમાં લોન્ચ થનારી આ કારની કિંમત ભલે કંપની ઓછી રાખશે, પરંતુ તેમાં 4 વ્હીલ-ડ્રાઈવ અથવા 4મેશન ટેકનિકથી કારને સજ્જ કરશે. કંપની ટીગુઆ ઓલસ્પેસની કિંમત આકર્ષક રાખે તેવા અહેવાલો સામે આવ્યા છે. મળતા કેટલાક અહેવાલો મુજબ કંપનીની આ કાર ભારતમાં ટેસ્ટિંગ માટે સ્પોટ થઈ હતી.
  • 2.કંપનીએ હાલ પુરતુ આ કારની વધુ વિગતો જાહેર નથી કરી. કાર વિશે કંપનીનુ કહેવુ છે કે, ફોક્સ વેગન ઈન્ડિયા વૈશ્વિક કારના પોર્ટફોલિયોને ભારતીય માર્કેટમાં લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આગામી સમયમાં ભારતમાં લોન્ચ થનારી બંને એસયુવી અંગે હાલના સંજોગોમાં કંઈપણ કહેવું યોગ્ય નથી. કારણ કે બંને કારના કયા વર્ઝનને ભારતમાં લોન્ચ કરવું તેનો આખરી નિર્ણય હજી સુધી લેવામાં નથી આવ્યો. 
Share
Next Story

કાર સેફ્ટી / કી લેસ કારની ચોરી થવી મુશ્કેલ હોય છે, છતાં કેટલીક સાવધાની રાખવી જરૂરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Volkswagen Tiguan All space will be launched in India
(News in Gujarati from Divya Bhaskar)