અપકમિંગ / ટ્રાયમ્ફની રોકેટ 3 મોડલ બાઇકમાં મળશે 2500ccનું પાવરફૂલ એન્જિન

  • 2020 ટ્રાયમ્ફ રોકેટ 3ને ટેસ્ટિંગ દરમિયાન બ્રિટિશ બ્રાંડના યૂકેના Hinckley ખાતેના હેક્વાર્ટરમાં પહેલી વખત જોવા મળી છે
  • આ બાઇકમાં 180bhpનો પાવર અને 230 Nmનો ટોર્ક જનરેટ કરશે
Divyabhaskar.com Apr 20, 2019, 10:56 AM IST
ઓટો ડેસ્ક. બ્રિટીશ ઓટો કંપની ટ્રાયમ્ફ મોટરસાઇકલ્સે અપકમિંગ બાઇકનો ફોટો જાહેર કર્યો છે. કંપનીએ આ બાઇકનું નામ ટ્રાયમ્ફ રોકેટ 3 રાખ્યું છે. હાલ કંપની યુકેના હેન્કલી શહેર ખાતે બાઇકના ત્રણ સિલેન્ડર એન્જિન વિકસાવી રહી છે. આ બાઇકનું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન મોડલનો ફોટો જાહેર કરવામાં આવ્યો છે. કંપની તેના સ્ટાન્ડર્ડ પ્રોડક્શન મોડલને નવેમ્બરમાં ઇટલીના મિલાન ખાતે યોજાનારા ઓટો શો EICMA 2019(Esposizione Internazionale Ciclo Motociclo e Accessori)માં શો-કેસ કરવામાં આવશે. ભારતમાં આ 2020ની પહેલા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. 

આ બાઇકમાં નવા મોડર્ન ઇલેક્ટ્રોનિક્સ આપવામાં આવ્યા છે

  • 1.2020 ટ્રાયમ્ફ રોકેટ 3માં અપડેટ લૉન્ગિટ્યૂડિનલી માઉન્ટેડ થ્રી- સિલેન્ડ એન્જિનની સાથે એક મોટુ ડિસપ્લેસમેન્ટ 2500cc વાળુ એન્જિન જનરેટ કરશે. આ નવા એન્જિન સૌથી મોટુ પ્રોડક્શન મોટરસાઇકલ એન્જિન હોવાનો કંપની દાવો કરે છે. આ બાઇકમાં 180bhpનો પાવર અને 230 Nmનો ટોર્ક જનરેટ કરશે.
  • 2.લેટેસ્ટ સ્પાઇ શોર્ટમાં રોકેટ 3 એક સ્પોર્ટ્સ પિલિયન સીટની સાથે બાઇકનો લુક TFC(ટ્રાયમ્ફ ફેકટરી કસ્ટમ મોટરસાઇકલ) જેવો જ રહેશે. જો, કે ફ્રંટ બ્રેક સસ્પેન્શન અને બ્રેક્સ દેખાવમાં અલગ હશે. 
  • 3.આ બાઇકને જોતા લાગે છે કે TFC વેરિએન્ટની સરખામણીમાં પ્રોડક્શન મોડલમાં હળવા લોઅર-સ્પેસિફિકેશનવાળી સાઇકલ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
  • 4.નવી 2020 ટ્રાયમ્ફ રોકેટ 3માં બીજી જનરેશન આપી શકાય છે. તેમાં ફૂલ-કલર TFT ડિસપ્લે આપવામાં આવશે, જે સૌથી પહેલા ટ્રાયમ્ફે સ્ક્રેંબ્લર 1200માં આપવામાં આવ્યું છે.
  • 5.લિમિટેડ એડિશન TFC રોકેટ 3ના રોજ 1 મેના રોજ રજૂ કરવામાં આવશે. આ એડિશનની અત્યાર સુધી ફક્ત 750 બાઇક્સ જ બનાવામાં આવી છે. આ બાઇકમાં 2500 ccનું પાવરફૂલ એન્જિન મળશે. 
  • 6.આ બાઇકમાં નવા મોડર્ન ઇલેક્ટ્રોનિક્સ આપવામાં આવ્યા છે જેમકે, ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS,અલગ રાઇડિંગ મોડ્સ અને એક સ્ટાન્ડર્ડ ક્વિકશિફ્ટર્સ સામેલ છે. બીજા ફીચર્સમાં હીટેડ ગ્રિપ્સ, ફૂલ- LED લાઇટિંગ અને સ્ટાન્ડર્ડ ક્રૂઝ કંટ્રોલ પણ જોવા મળશે. 
Share
Next Story

રિ-લોન્ચ / સુઝુકી GSX-S750ની નવી એડિસન ભારતમાં લોન્ચ, કિંમત રૂપિયા 7.46 લાખથી શરુ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Triumph Rocket 3 model will be available in a bike a 2500cc powered engine
(News in Gujarati from Divya Bhaskar)