ટિપ્સ / તડકામાં ગરમ થયેલી ગાડીને ઝડપથી ઠંડી કરવા યુઝ કરો રિસર્ક્યુલેશન મોડ

 • કારને ભારે તડકામાં પાર્ક કરો ત્યારે વિન્ડો સહેજ ઓપન રાખવી
 • લાંબા સમય સુધી પાર્ક કરેલી તમારી કારને સ્ટાર્ટ કરો તો એસીના રિસર્ક્યુલેશન મોડને બંધ કરી દો
Divyabhaskar.com Apr 16, 2019, 09:35 AM IST
ઓટો ડેસ્ક. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી ગયો છે. હજુ પણ ગરમી વધશે તેવી જાહેરાત હવામાન ખાતું કરી ચૂક્યું છે. જેમ જેમ ગરમી વધશે તેમ-તેમ કારના એસી સામે ઠંડક મેઇન્ટેઇન કરવાની ચેલેન્જ વધશે. હાલના સમયમાં કાર કંપનીઓ તરફથી પોતાની પ્રોડક્ટ્સમાં ઓટોમેટિક એસી અથવા ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવી રહ્યાં છે, પરંતુ તેમ છતાં તે બહુ કામ આવતા નથી. તમારી કારમાં એસી પ્રવાભી રૂપથી કામ કરશે અને કારનું કૂલિંગ પણ વધારે તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

તડકામાં કાર ઊભી રાખો, ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો

 • 1.તડકામાં કાર પાર્ક કરી હોય ત્યારે કારની અંદરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને હવાનું સર્ક્યુલેશન પણ નથી થતું. જેના કારણે કારમાં ગરમ ભરાઇ જાય છે. તે સમયે કારની વિન્ડોને સહેજ ખુલી રાખવાથી કારની અંદર ગરમ હવા ઓછી કરી શકો છો. એસી સિસ્ટમ પણ ત્યારે જ સારી રીતે કામ કરશે, જ્યારે ગરમ હવા ઓછી હશે. આથી જો તમે તડકામાં કારને પાર્ક કરી હશે ત્યારે વિન્ડોને સહેજ ખુલી રાખવી.
 • રિસર્ક્યુલેશન મોડનો યુઝ કરો
  2.તડકામાં લાંબા સમય સુધી પાર્ક કરેલી તમારી કારને સ્ટાર્ટ કરો તો એસીના રિસર્ક્યુલેશન મોડને બંધ કરી દો. જેથી ગરમ હવા વેન્ટિલેશનથી બહાર નિકળી જાય. એકવાર જ્યારે હવા ઠંડી થઇ જશે તો રિસર્ક્યુલેશન મોડને ફરીથી ઓન કરી દો, જેનાથી માત્ર ઠંડી હવા જ ફેલાશે અને ઠંડી હવા કેબિનની અંદર જ રહી જશે અને તમારું એસી વધારે સારી રીતે કામ કરશે.
 • એસીની સ્વિચ ઓન અથવા ઓફ કરો
  3.હંમેશા એસીને લૉ મોડમાં ઓન કરો અને ત્યારબાદ ફેનની સ્પીડ વધારી દો. આ ઉપરાંત ઇગ્નિશનને બંધ કરતાં પહેલાં એસીને બંધ કરો અને ત્યારબાદ ફેનને બંધ કરો.
 • કારમાં ગરમી હોય ત્યારે
  4.જો તમારી કાર તડકામાં વધારે સમય સુધી ઊભી હશે તો નિશ્ચિત રીતે કાર કેબિન હ્યુમિડ થઇ જશે. વિન્ડોને આખી ખોલી નાંખો, મેન્યુઅલ એસીને હાઇ સ્પીડ પર ચલાવો અને અમુક કિમી સુધી કારને ડ્રાઇવ કરો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી તમારા એસી વેંટ્સ થકી ઠંડી હવા ન આવે. એકવાર ઠંડી હવા આવવા લાગે તો વિંડોને બંધ કરી દો અને રિસર્ક્યુલેશન મોડ ઓન કરી દો. આમ કરવાથી એસી સિસ્ટમ પર દબાણ નહીં આવે.
Share
Next Story

કાર ઇન્ડસ્ટ્રી / ચીનમાં ઈલેક્ટ્રિક, ઓટોનોમસ કારના નિર્માણ પર વધુ ભાર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: How to cool hot car in the sun quickly, use the Recirculation mode
(News in Gujarati from Divya Bhaskar)