કાર સેફ્ટી / કી લેસ કારની ચોરી થવી મુશ્કેલ હોય છે, છતાં કેટલીક સાવધાની રાખવી જરૂરી

 • કી-ફોબને પ્રોગ્રામ (અનલોક) કરવા માટે માત્ર 14 સેકન્ડનો સમય લાગે છે
 • ઘરની આગળ કાર પાર્ક કર્યા પછી કી ફોબને યોગ્ય જગ્યાએ મૂકવું જોઈએ
Divyabhaskar.com Apr 22, 2019, 09:33 AM IST
ઓટો ડેસ્ક. કાર ઉત્પાદક કંપનીઓ હવે સેફ્ટી ફીચર્સમાં તમામ પ્રકારની કાળજી રાખી રહી છે. મોટાભાગની કારમાં કી લેસ લોક સિસ્ટમ આવી ગઈ છે. આમ તો સુરક્ષાને મામલે કી લેસ સિસ્ટમ વાળી કાર ચોરી થવાની સંભાવનાઓ ખૂબ નહિવત રહે છે. છતા તેમાં બેદરકારી દાખવવી ક્યારેક મુશ્કેલી સર્જી શકે છે. જેથી આવી કારમાં પણ કેટલીક સામાન્ય કાળજી રાખવી જરૂરી બની જાય છે. કેટલાક એવા કિસ્સાઓ પણ બહાર આવ્યા છે, જેમાં ચોર ફોબ (રિમોટ)ને હેક કરીને કારની ચોરી કરી રહ્યા છે. આ સંદર્ભે એક્ષપર્ટ સચિન ટંડને આપેલી કેટલીક જાણકારી અહીં પ્રસ્તુત છે.    

કાર પાર્ક કર્યા પછી કી ફોબને યોગ્ય જગ્યાએ મૂકવુ જોઈએ

 • સિગ્નલ બ્લોક કરવું
  1.ફોબ (રિમોટ) રેડિયો સિગ્નલ છોડે છે અને તેને કાર ઓળખી જાય છે. જેના થકી કારના દરવાજા બંધ થઈ જાય છે. આ કી નો ઉપયોગ કાર ચાલુ કરવા માટે પણ થાય છે. ચોર વાયરલેસ ટ્રાન્સમિશનનો ઉપયોગ કરીને 'કી ફોબ' થકી નીકળતા સિગ્નલ પકડી શકે છે જે કારને અનલોક કરી દે છે. તેથી ઘર પાસેથી કારની ચોરી થતી બચાવવા માટે ફોબને સુરક્ષિત જગ્યાએ મૂકવુ જરૂરી છે. સિગ્નલ બ્લોકિંગ માટે બોક્સ અથવા તો એલ્યુમિનિયમના ટીનનો પણ ઉપયોગ કરી શકાય છે.  
 • સોફ્ટવેર અપડેટ
  2.કાર ફોબથી કનેક્ટેડ છે તો ચોરથી બચવા માટે લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ કરવા જરૂરી છે. ઘણી કાર ઉત્પાદક કંપનીઓ વેબસાઈટ થકી અપડેટ્સને ડાઉનલોડ કરવાની પરમિશન આપે છે. જેનુ પણ ધ્યાન રાખવું જોઈએ. 
 • કેવી રીતે ચોરી થઈ શકે છે કી લેસ કાર?
  3.કી ફોબથી નીકળતા સિગ્નલને જામ કરી શકાય છે. પાર્કિગમાં હાજર ચોર કોઈપણ ગેજેટની મદદથી કીના સિગ્નલને બ્લોક કરી શકે છે. જેથી કાર ખુલ્લી જ રહી જાય. કમ્પ્યૂટર હેકર્સનુ કહેવુ છે કે, કારની અંદર પહોંચીને કી ફોબને પ્રોગ્રામ કરવામાં માત્ર 14 સેકન્ડનો સમય લાગે છે. આવા પ્રોગ્રામિંગ ગેજેટ્સ હવે તો તમામ વેબસાઈટ્સ પરથી માત્ર એક હજાર રૂપિયામાં મળી રહે છે.
 • 4.જો કારની રેન્જમાં ફોબ લઈને ફરી રહ્યા હોય અથવા રેન્જની અંદર ફોબ મૂકી રાખ્યું હોય તો ચોર તેમાં ચાન્સ મારી શકે છે. અને ક્યારેક ફોબના સિગ્નલને ટ્રેક કરવામાં સફળ રહે છે. આવા સંજોગોમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને ઘરની આગળ કાર પાર્ક કર્યા પછી કી ફોબને યોગ્ય જગ્યાએ મૂકવુ જોઈએ.
 • 5.હવે તો ચોર એપ થકી પણ કારને અનલોક કરી શકે છે. જોકે આ રીત એટલી સરળ નથી. ખાસ કરીને સ્માર્ટફોનથી કનેક્ટ થનારી કારની એપને પાસવર્ડથી પ્રોટેક્ટ રાખવી અત્યંત જરૂરી છે. જરૂર જણાય તો જ એપમાં લોગ ઈન કરવું જોઈએ.
 • આ પણ જાણવું જરૂરી
  6. કેટલાક કી બોક્સને બંધ પણ કરી શકાય છે. જો કારનું ફોબ પણ બંથ થઈ શકતું હોય તો જરૂર ના હોય ત્યારે બંધ રાખવુ જોઈએ કારને લોક કરતી વખતે ઈન્ડિકેટરના ફ્લેશનુ ધ્યાન રાખવુ. સાથે સાઈડ ગ્લાસ ફોલ્ડ થયા છે કે કેમ તે પણ જોવુ. કાર લોક થવા પર આવતા અવાજનુ પણ ધ્યાન રાખવુ જરૂરી છે. સ્ટિયરિંગ વ્હીલ લોક જેવા પરંપરાગત લોકનો પણ ક્યારેક ઉપયોગ કરવો જોઈએ. જે કમ સે કમ ચોરીમાં લાગતા સમયમાં વધારો કરી શકે છે. મોંઘી કારમાં ટ્રેકર ડિવાઈસ જરૂરથી લગાવવા જોઈએ. જે ડિવાઈસ કાર માલિકને મેસેજ મોકલી શકે છે. કાર ચોરી થવા પર લોકેશન પણ દર્શાવી શકે છે.  હવે સાવધાની એ રાખવી જરૂરી છે કે, કાર ચોરની નજરમાં આવવી જ ન જોઈએ. જેના માટે ગેરેજથી સારી જગ્યા હોઈ જ ન શકે.
Share
Next Story

રિ-લોન્ચ / મારૂતિ સુઝુકીની હાઈબ્રિડ કાર બલેનો ભારતમાં લોન્ચ, પ્રારંભિક કિંમત રૂપિયા 5.58 લાખ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tips for keeping in mind the keyless car system
(News in Gujarati from Divya Bhaskar)