ફેરફાર / ટાટા Nexon ZX અને ZXA+ વેરિઅન્ટને મળ્યા નવા ડ્યૂઅલ ટોન કલર્સ

Divyabhaskar.com Apr 17, 2019, 03:52 PM IST

ઓટો ડેસ્ક. ટાટા મોટર્સે તેની મોસ્ટ પોપ્યુલર કાર Nexon SUV ને નવા ડ્યૂઅલ ટોન કલર ઓપ્શન રેન્જ સાથે અપડેટ કરી છે. ટાટા Nexon માં નવા કલર ઓપ્શન પણ ઉપલબ્ધ છે. અને ટોપ સ્પેક ZX અને ZXA+ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવી છે. 

નવા ડ્યૂઅલ ટોન પેન્ટ સ્કિમ વાળી ટાટા Nexonના ZX વેરિઅન્ટની કિંમત રૂપિયા 9.34 લાખ અને ટોપ એન્ડ ZXA+ વેરિઅન્ટની કિંમત રૂપિયા 10.90 રાખવામાં આવી છે. આ તમામ એક્સ શોરૂમ કિંમત દિલ્હીની છે. 

આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થશે કાર

  • 1.બંને વેરિઅન્ટને બે રૂફ કલર્સ-સોનિક સિલ્વર અને આઈવરી વ્હાઈટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સોનિક સિલ્વર રૂફને મારક્કો બ્લ્યૂ, વોર્મેટ રેડ, કેલગરી વ્હાઈટ અથવા એટના ઓરેંજ પેન્ટ સ્કિમ સાથે મેચ કરવામાં આવ્યા છે. બીજી તરફ આઈવરી વ્હાઈટ રૂફને મોરક્કો બ્લ્યૂ, વોર્મેટ રેડ, એટના ઓરેંન્જ અથવા ગ્લાસગો ગ્રે સાથે મેચ કરવામાં આવી શકે છે. 
  • 2.ZX અને ZXA+ વેરિઅન્ટની ડ્યૂઅલ ટોન પેન્ટ સ્કિમ પેટ્રોલ અને ડીઝલ બંને ઓપ્શનમાં મળી રહેશે. ટાટા નેક્સોનમાંવ 1.2 - લીટર ટર્બો પેટ્રોલ રેવોટ્રોન એન્જિન આપવામાં આવ્યું છે. જે 110bhp નો પાવર અને 170Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. 
  • 3.જ્યારે ડીઝલ વેરિઅન્ટ 1.5- લીટર રેવોટોર્ક એન્જિન સાથે આવે છે. જે 110bhp નો પાવર અને 260Nm નો ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનમાં સ્ટાન્ડર્ડ 6 સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓપ્શન તરીકે 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ ઉપલબ્ધ થશે. 
  • 4.ટાટા હવે તેના આગલા મોડલ Altroz પ્રીમીયમ હેચબેકને ભારતીય માર્કેટમાં ઉતાહવાની તૈયારી કરી રહી છે. Tata Altroz ને 2019 માં જિનેવા મોટર શો દરમિયાન શોકેસ કરવામાં આવી હતી. એવી આશા છે કે, કંપની આ વર્ષનાં અંત સુધીમાં આ કારને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દેશે. ટાટા Altroz કંપનીના નવા 'ALFA' પ્લેટફોર્મ ઉપર તૈયાર કરવામાં આવી છે. તે સિવાય કંપનીએ Tiago, Tigor અને Nexon જેવી પ્રોડક્ટને પણ નવા પ્લેટફોર્મ ઉપર અપડેટ કરી છે. 
Share
Next Story

અપકમિંગ / 2019 મિની જોહ્ન કૂપર વર્ક્સ ભારતમાં 9 મેના રોજ લોન્ચ થશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New Dual Tone Colors Meet Tata Nexon ZX and ZXA + Variants
(News in Gujarati from Divya Bhaskar)