4 મહિનામાં દર સપ્તાહે લોન્ચ થશે ઓછામાં ઓછી 2 કાર, તહેવારો પર આ વખતે 30 કારનું લોન્ચિંગ

જાણો સપ્ટેમ્બરથી લઇને ડિસેમ્બર સુધીમાં કયા મહિનામાં કેટલી કાર થશે લોન્ચ

Divyabhaskar.com Sep 06, 2018, 04:15 PM IST

ઓટો ડેસ્કઃ ઓટો કંપનીઓ ગ્રાહકોના તહેવારોને યાદગાર બનાવવાની તૈયારી કરી રહી છે. વર્ષના અંતિમ ચાર માસ દરમિયાન કાર કંપનીઓ દેશમાં 26થી 30 કાર લોન્ચકરવા જઈ રહી છે. જે ગત 4 વર્ષમાં સપ્ટેમ્બર-ડિસેમ્બરમાં લોન્ચિંગના આંકડાથી વધુ છે. ઓટોમોબાઈલ વેબસાઈટ્સ મુજબ, 2017માં આ ગાળા દરમિયાન 15 કાર લોન્ચ થઈ હતી. વર્ષની શરૂઆત મારૂતિ સુઝુકીની સિયાજથી થશે. સોમવારે મરાજો લોન્ચ થઈ. સપ્ટેમ્બરમાં પોર્શે પણ પોતાની કાર લોન્ચ કરશે.    તહેવારોની સિઝન ઓગસ્ટથી નવેમ્બર સુધી ચાલશે. જેમાં રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળીના મોટા પર્વો સામેલ છે. લોકો આ પવિત્ર તહેવારોમાં નવી વસ્તુઓ ખરીદે છે. આથી કારનું વેચાણ પણ વધુ થાય છે. જાણો, આ વખતે કયાં તહેવાર પર કંઈ કાર લઈ શકશો...   સૌથી વધુ કાર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં માર્કેટમાં આવશે   સપ્ટેમ્બરઃ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી

કંપની મોડેલ પ્રાઈઝ રેન્જ 
ફોર્ડ ફિગો 4.8-7.8 લાખ 
ફોર્ડ ફિગો એસ્પાયર 5-9 લાખ
નિસાન ડેટસન ગો પ્લસ 5.3 લાખ
મહિન્દ્રા જી4 રેક્સટોન 20 લાખ 
મર્સિડિઝ ઈ-ક્લા. (ઓલ ટેરેન) 60-65 લાખ 
પોર્શે કાયને 2.35 કરોડ

 

ઓક્ટોબરઃ નવરાત્રિ, દશેરા
કંપની મોડેલ પ્રાઈસ રેન્જ
હ્યુન્ડાઈ સેન્ટ્રો 3-5 લાખ
મારૂતિ સુઝુકી અર્ટિગા 7-11લાખ
મહિન્દ્રા એસ201 7-11 લાખ 
તાતા ટિયાગો 5.99 લાખ  
ફેરારી પોર્ટોફિનો 2.8-3 કરોડ 
હ્યુન્ડાઈ આઈ20 સ્પોર્ટ 10-12 લાખ 
ઓડી ક્યુ2 8-20 લાખ 

 

  નવેમ્બરઃ ધનતેરસ, દિવાળી
કંપની મોડેલ પ્રાઈસ રેન્જ
મારૂતિ સુઝુકી વેગનઆર 4-6 લાખ
હ્યુન્ડાઈ કોના 13-18 લાખ

 

  ડિસેમ્બરઃ યર એન્ડિંગ ઓફર
કંપની મોડેલ પ્રાઈસ રેન્જ
નિસાન ડેટસન ગો ક્રોસ 6-8 લાખ
નિસાન એક્સટ્રેલ 32-35 લાખ 
તાતા હેરિયર 10-15 લાખ
જીપ રેનગેટ 25 લાખ
  ગત 3 વર્ષમાં સપ્ટે.-ડિસેમ્બરમાં કાર લોન્ચિંગ
વર્ષ કાર લોન્ચિંગ
2017 15
2016 18
2015 19
  તહેવારની સિઝનમાં કારનું વેચાણ 30 ટકા દેશમાં કારના કુલ વેચાણના 30 ટકા બિઝનેસ તહેવારની સિઝનમાં થાય છે. આથી સપ્ટેમ્બર-નવેમ્બર દરમિયાન સૌથી વધુ કાર લોન્ચ થાય છે. આઈએચએસ માર્કેટના એસોસિએટ ડાયરેક્ટર પુનીત ગુપ્તા અનુસાર, મોટાભાગની કંપનીઓ જુના સ્ટોકને ખતમ કરી વેચાણમાં વધારો કરવા આ તકનો ઉપયોગ કરે છે.    ઓગસ્ટમાં કોમર્શિયલ વાહનોનું વેચાણ વધ્યુ પૂર અને અન્ય કારણોસર ઓગસ્ટમાં કાર-ટુવ્હીલરનું વેચાણ ઓછુ છે. કોમર્શિયલ વાહનોનું વેચાણ વધ્યુ છે. ઓગસ્ટ, 2017ની તુલનાએ તાતા મોટર્સમાં 26 ટકા અને અશોક લેલેન્ડમાં 28 ટકા વેચાણ વધ્યુ છે. 
Share
Next Story

સેકન્ડ હેન્ડ કારનું સસ્તું માર્કેટઃ જે કારની શોરૂમ પ્રાઇસ હોય છે 5 લાખથી વધુ, તે અહીં મળશે માત્ર 60 હજારમાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: more than 30 cars will launch in 4 month during festive season
(News in Gujarati from Divya Bhaskar)